Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે રાજ્યસભામાં શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો : સવાલો નો મારો ચલાવ્યો

અમદાવાદ :  લોકસભા-રાજ્યસભાનું સત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસના સાજયસભાના સાંસદ અહેમદ પટેલે રાજ્યસભામાં શિક્ષણ નો મુદ્દો ઉઠાવ્યો હતો. અને સરકાર સામે સવાલો નો મારો ચલાવ્યો હતો

આ અંગે ની વિગતો જોઈએ તો રાજયસભામાં કોંગ્રેસના સાંસદ એ જણાવ્યું હતું કે  એક તરફ ગુજરાતમાં ફીનો મામલો વણસ્યો છે. કોરોના વૈશ્વિક મહામારીમાં 6 મહિના કરતા વધુ સમયથી શાળાઓ બંધ છે. ઓનલાઈન શિક્ષણ સામાન્ય મધ્યમવર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે પરવડે તેવું નથી. ત્યારે ડિજિટલ ઈન્ડિયા અમીર અને ગરીબ વચ્ચે ડીજિટલ અસમાનતાનું કારણ બનવું ના જોઈએ.

ગરીબ વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો

સાંસદ એહમદ પટેલે જણાવ્યું હતું કે સરકારી અને ખાનગી શાળા ઓનલાઈન શિક્ષણ આપી રહી છે. જેમાં મોટા ભાગે શાળાઓ ફી વસૂલવા માટે યોગ્ય વ્યવસ્થા ગણાવવામાં આવી રહી છે. ઓનલાઈન એજ્યુકેશનથી આર્થિક રીતે નબળા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે આર્થિક બોજો પડી રહ્યો છે.

સામાન્ય મધ્યમવર્ગના ઘણા પરિવારો પાસે લેપટોપ, કોમ્પ્યુટર નથી અને સ્માર્ટફોન પણ સમગ્ર પરિવાર વચ્ચે એક જ હોય છે. ત્યારે ડિજિટલ ઈન્ડિયા અમીર અને ગરીબ વચ્ચે ડિજિટલ ભેદભાવ અસમાનતાનું કારણ બનવું ના જોઈએ. ગુજરાત, દિલ્હી, કેરલ અને બંગાળ જેવા અમુક રાજ્યોમાં ઓનલાઈન શિક્ષણના તાણને કારણે ઘણા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું છે.

માત્ર 24 ટકા ઘરમાં જ ઈન્ટરનેટનો ઉપયોગઃ અહેમદ પટેલ

ઓનલાઈન એજ્યુકેશન, ડીજીટલ વ્યવસ્થાની મોજણી ની વિગતો રજુ કરતા રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે શું દલીલો કરી. NSS ની મોજણીમાં માત્ર 24 ટકા ઘરમાં જ ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર 9 ટકા વિદ્યાર્થી જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગના સરવે મુજબ 3 % વિદ્યાર્થી પાસે જ લેપટોપ કે પર્સનલ કોમ્પ્યુટર છે. 4 ટકા વિદ્યાર્થીઓ અનલિમિટેડ ડેટા યોજનાની સાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. દિલ્હી સરકારના સરવે મુજબ 80 ટકા ઘરોમાં લેપટોપ / કોમ્પ્યુટર ઉપલબ્ધ નથી. તેલંગણા ટીચર્સ ફેડરેશન સર્વેમાં ચોકાવનારી વિગતો બહાર આવી છે કે ઓનલાઈન શિક્ષણમાં 70  ટકા વિદ્યાર્થીઓ નિષ્ક્રીય છે.

(11:59 pm IST)