Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગોધરામાં મેડિકલ કોલેજ બનાવવા મળી મંજૂરી :325 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક હોસ્પિટલ

૬૦ ટકા રકમ ભારત સરકાર અને ૪૦ ટકા રકમ રાજ્ય સરકાર ભોગવશે

ગાંધીનગર : મેડિકલ કોલેજના સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સારા સમાચાર આપ્યા છે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ગુજરાત આરોગ્ય વિભાગને એક પત્ર મળ્યો છે. આ પત્રની વિગતો પ્રમાણે ગુજરાત સરકારે અગાઉ ભારત સરકારની યોજના અંતર્ગત 75 જિલ્લામાં મેડિકલ કોલેજો નથી ત્યાં મેડિકલ કોલેજ શરૂ કરવાની જાણકારી છે. કેન્દ્ર સરકારે આપણી પાસે દરખાસ્ત માંગી હતી રાજ્ય સરકાર તરફથી પ્રથમ ત્રણ શહેરોમાં નવી મેડિકલ કોલેજ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. જેમાં નવસારી રાજપીપળા અને પોરબંદર નો સમાવેશ થાય છે મને આનંદ છે ભારત સરકાર આવ અગાઉ આ ત્રણેય કોલેજને મંજૂરી આપી હતી.

ત્યારબાદ આપણે બીજી ત્રણ નવી મેડિકલ કોલેજ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. પંચમહાલના ગોધરામાં મેડિકલ કોલેજ બનાવવાની દરખાસ્ત કરી હતી. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પંચમહાલ ગોધરા શહેરમાં નવી મેડિકલ કોલેજ બનાવવાની મંજૂરી આપતો પત્ર મળ્યો છે. ૩૨૫ કરોડનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ૬૦ ટકા રકમ ભારત સરકાર અને ૪૦ ટકા રકમ રાજ્ય સરકાર ભોગવશે. અત્યારે ગોધરાની જિલ્લા સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવશે એના માટેનો ખર્ચ પણ આ 325 કરોડ ખર્ચમાં આવી જાય છે.

(8:23 pm IST)