Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે 1470 દર્દીઓ સાજા થયા : નવા 1432 પોઝીટીવ કેસ નોંધાયા વધુ 16 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1.21.930 થઇ : મૃત્યુઆંક 3305

સુરતમાં સૌથી વધુ 281 કેસ ,અમદાવાદમાં 178 કેસ, વડોદરામાં 138 કેસ , રાજકોટમાં 151 કેસ બાદ જામનગરમાં 126 કેસ, મહેસાણામાં 69 કેસ,ભાવનગરમાં 42 કેસ, બનાસકાંઠામાં 44 કેસ ,જૂનાગઢમાં 35 કેસ પંચમહાલ અને ગાંધીનગરમાં 30 -30 કેસ પાટણમાં 29 કેસ નોંધાયા :રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે આજે નવા 1432  પોઝિટિવ કેસ નોંધાયા હતા.બીજી તરફ 1470 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.  અત્યાર સુધીમાં કુલ 102571 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત થયા છે  કુલ મૃત્યુઆંક 3305 થયો છે

અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

. રાજ્યમાં આજે 61432 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 37,39,782 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 16054 છે રાજ્યમાં રિકવરી રેટ 84,12 % પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,470 દર્દીઓ સાજા થયા છે

  રાજ્યમાં આજે નોંધાયેલા 1432 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ  281 કેસ ,અમદાવાદમાં 178 કેસ, વડોદરામાં 138 કેસ , રાજકોટમાં 151 કેસ બાદ જામનગરમાં 126 કેસ, મહેસાણામાં 69 કેસ,ભાવનગરમાં 42 કેસ, બનાસકાંઠામાં 44 કેસ ,જૂનાગઢમાં 35 કેસ પંચમહાલ અને  ગાંધીનગરમાં 30 -30 કેસ પાટણમાં 29 કેસ  નોંધાયાછે 

(8:02 pm IST)