Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગરુડેશ્વરના કેવડિયા કોલોનીના મુખ્ય બજારમાંથી ભર બપોરે બાઈકની ચોરી

મિત્રની બાઈક લઈ ગયેલા યુવાને દુકાનમાં જતા ચાવી બાઈકમાં જ રહેવા દેતા ચોર ફાવી ગયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ નર્મદા જિલ્લામાં બાઈક ચોરોનો આતંક વધી રહ્યો છે જેમાં ઘણી વખત બાઈક માલીક પણ જવાબદાર હોવાના કિસ્સા જોવા મળતા હોય ગતરોજ કેવડિયા કોલોની બજાર માં પણ આવી જ ઘટના જોવા મળી જેમાં નીમેશ કુમાર જસવંતભાઇ ભટ્ટ તેના મીત્ર કમલેશભાઇ પ્રભુભાઇ તડવી ની કાળા કલરની હીરો કંપનીની સુપર સ્પેડર મો.સા રજી - GJ.22 M 3473 જે મો.સા ની આગળ પાછળ નંબર પ્લેટ લગાવેલ ન હતી તે મો.સા લઇને બપોરના ત્રણેક વાગ્યાના સુમારે પોતાની કેવડીયા મેઇન બજારમાં આવેલ અમુલ પાર્લર દુકાને આવેલ અને મો.સા દુકાન આગળ મુકીને દુકાનમાં અંદર ગયા પરંતુ મો.સા ની ચાવી ભુલથી મો.સા માં ભુલી ગયા બાદ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ બહાર નીકળતા મો.સા જોવા મળેલ નહી તેની શોધખોળ કરી છતાં ક્યાંયે પત્તો ન લાગ્યો ત્યારે ખબર પડી કે મો.સા.જેની કિંમત રૂ.૩૦, ૦૦૦/- ની કોઈ ચોરી કરી ગયું છે જેથી આ બાબતે તેમણે કેવડિયા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે

(5:57 pm IST)