Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

દાંતીવાડા તાલુકાના ગાંગુદરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકને ચાર શખ્સોએ યુવતી સાથે હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવતા પોલીસ ફરિયાદ

દાંતીવાડા:તાલુકાના ગાંગુદરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકને ચાર શખ્સોએ એક યુવતી સાથે મળીને હનીટ્રેપમાં ફસાવ્યા  બાદમા બ્લેક મેઇલિંગ કરી રૃ.૭.૫૦ લાખ પડાવી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં   યુવતી સાથે પરિચય કરાવ્યા બાદ બન્નેને આબુરોડની હોટલમાં મોકલ્યા હતા અને પરત આવતી વખતે  શિક્ષકની ગાડી રોકાવી શિક્ષકને છોકરીના લફરામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો ડર બતાવી મર્ડર કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને શિક્ષકનું બ્લેક મેઇલિંગ કરવામાં આવ્યું  હતું.

પાલનપુરના પરપડા રોડ પર આવેલ શ્યામ વિહાર ઉપવન સોસાયટીમાં રહેતા અને દાંતીવાડા તાલુકાના ગાંગુદરાની ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રજનીકાંત નાનુભાઇ સુતરિયાને છોકરીના લફરામાં ફસાવીને પૈસા પડાવવા માટે ડીસાના ચંદ્રકાન્ત ઉર્ફે ટીનાભાઇ બાબુજી ઠાકોર, વડગામ તાલુકાના જલોતરા ગામના અહેસાનખાન નજીરખાન પરમાર તેમજ જુના ડીસાના તેજશ ઉર્ફે ટોની ભેમજીભાઇ સોની, શાહરૃખખાન રહમતખાન લોહરીએ ડિમ્પલ નામની યુવતી અન્ય એક શખ્સ સાથે મળીને કાવતરૃં રચ્યું હતુ . તેઓને ડીસા તરફ લઇ જઇ રૃ.૧૦ લાખની માંગણી કરી બાદમાં લાખમાં પતાવટ કરી હતી અને શિક્ષકના એટીએમમાં રૃ.૨૦ હજાર કાઢી લીધા હતા બાદમાં શિક્ષકના પરિચયમાં આવેલી યુવતીએ ઝેર પીધુ હોવાનો ડર બતાવી ઝાલા સાહેબની ઓળખ આપીને પતાવટ પટે રૃ.લાખ પડાવ્યા હતા. જે બાદ યુવતી મરી ગઇ હોય મર્ડર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી શિક્ષક પાસેથી વધુ ૧.૩૦ લાખ પડાવ્યા હતા. જોકે તોડબાજ ટોળકીને શિક્ષક અનુસુચિત જાતિનો હોવાની જાણ હોવા છતાં પૈસા પડાવવા માટે કારચો રચીને છોકરીના લફરામાં ફસાવી પાંચ મહિનામાં રૃ.૭.૫૦ લાખનું બ્લેક મેઈલિંગ કરવામાં આવતા આખરે શિક્ષકે યુવતી સહિત વ્યક્તિ વિરૃધ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હની ટ્રેપના આરોપીઓ ઝડપી પાડવામાં ચક્રોગતિમાન કર્યા છે. 

(5:31 pm IST)