Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સુરતના વેસુ રોડ નજીક ડિવાઈડર સાથે કાર અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે મિત્રો પૈકી એક યુવાનનું મૃત્યુ નીપજ્યું

સુરત: શહેરના વેસુ રોડ પર શુક્રવારે બપોરે બાઈક ડિવાઈડર સાથે ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલા બે મિત્રો પૈકી એક યુવાનનું કમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાંડેસરાના બમરોલી રોડ પર આવેલા પુનિત નગરમાં રહેતો 18 વર્ષીય લવકુશ રાજેશભાઈ યાદવ ગઈકાલે બપોરે તેનો મિત્ર દીપક સાથે મોટરસાયકલ પર બેસીને ઉધના-મગદલ્લા રોડ ખાતે ગયા હતા. 

જોકે અણુવ્રત દ્વાર પાસે બેસીને બંને મિત્ર બાઈક પર ઘરે આવવા નીકળ્યા હતા. તે વેળાએ વેસુના જી ડી ગોયેન્ગા સ્કૂલ પાસેના રોડ પર ડિવાઈડર સાથે મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. 

જેમાં ગંભીર ઇજા થતા લવકુશનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જ્યારે ઇજા પામેલાનો મિત્ર દીપક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળે છે, જ્યારે લવકુશ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના વતની હતો. તેના પિતા શેરડીના રસની લારી ચલાવે છે. તે પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો. અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:27 pm IST)