Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગુજરાત યુનિવર્સિટીની TY B. COM સેમ-૬ ની પરીક્ષાનું પેપર લીક થયાની બુમરેગ : NSUI નો આક્ષેપ પેપરના સમય પહેલા પ્રશ્ન પેપર સોશ્યિલ મીડિયામાં ફરતું હતું વિદ્યાર્થીઓની મહેનત એળે જશે

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલ TY BCOM સેમ-૬ની પરીક્ષાનું પેપર લીક થયા ની બુમરેગ ઉઠી હતી. NSUI એ આક્ષેપ કર્યો હતો કે પેપર સમય પહેલા પ્રશ્ન પેપર સોશ્યિલ મીડિયામાં ફરતું હતું આમ થવાથી વિદ્યાર્થીઓએ કરેલી મહેનત એળે જશે  આ અંગે ની વિગત જોઈએ તો

ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય

ગુજરાત યુનિવર્સીટી દ્વારા એપ્રિલ મે મહિનામાં યોજાતી પરીક્ષા લોકડાઉનના કારણે પાછી ઠેલાઇ હતી. શરૂઆતમાં આ પરીક્ષા ઓનલાઇન લેવાનું નક્કી થયું હતું. બાદમાં પાછળથી સ્પષ્ટ થતાં ગુજરાત યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય લીધો હતો. પરીક્ષાનો પ્રથમ રાઉન્ડ પુરો થઇ ગયો છે. બીજા રાઉન્ડમાં આજે TYBComના સેમેસ્ટર 6 (Semester 6)ની પરીક્ષામાં ફંડામેન્ટલ ઓફ ફાયનાન્સિયલ મેનેજમેન્ટ વિષયની આજે પરીક્ષા હતી.

લોકડાઉનના કારણે 50 ગુણની  પરીક્ષા

લોકડાઉનના કારણે આ પરીક્ષા (TYBCom paper) 50 ગુણની જ રાખવામાં આવી હતી. તેમાં ઓપ્શનલ પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પરીક્ષાનો સમય સવારે 10થી 12 વાગ્યાનો હતો.

આ અંગે NSUIના મહામંત્રી ભાવિક સોંલકીએ જણાવ્યું છે કે પરીક્ષા જેવી મહત્વની કામગીરીમાં યુનિવર્સિટી સત્તાધીશો વધુ એકવાર પાંગળા સાબિત થયા છે. આ પ્રશ્નપેપર પરીક્ષા શરૂ થવાના 10 મીનીટ પહેલાં સોશિયલ મીડિયામાં ફરતું થઇ ગયું હતું. જેના કારણે 26 હજાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી ગયું છે. પરીક્ષાનું પેપર વોટ્સએપ પર ફરતું થયું હતું. જો કે આ મામલે યુનિવર્સિટી તંત્ર બચાવની મુદ્દામાં જણાઇ રહ્યું છે.

તેમણે વધુમાં યુનિવર્સિટી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નવી નવી જાહેરાતો, કોન્ટ્રાકટરો, બિલ્ડીંગોના ખર્ચા માટે સક્રીય યુનિવર્સિટીના સત્તાધીશો TYBComનું પેપર લીકના મુદ્દે ઢાંક પિંછોડો કરી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે.

ગેરસમજ ફેલાવતા પ્રચારથી બચવું: યુનિ. રજીસ્ટ્રાર

ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. પી.એમ. પટેલે ટવીટ કર્યું છે કે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું વિવિધ પરીક્ષા કેન્દ્રો પરથી વ્યવસ્થિત સંચાલન થઇ રહ્યું છે. વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરે. તમારે ગેરસમજ ફેલાવતા પ્રચારથી પ્રભાવિત થવાની જરૂર નથી.

(11:13 pm IST)