Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્‍સોઃ ટીન્‍ડર એપમાં વેપારી ફસાયોઃ યુવતિ ફલેટમાં લઇ ગઇ ને નકલી પોલીસ બનીને આવેલા શખ્‍સોએ માર મારીને વેપારી પાસેથી 20 લાખની ખંડણી માંગી

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. ટીન્ડર એપ થકી હનીટ્રેપમાં વેપારી ફસાયો હતો. ટીન્ડર પર યુવતીએ મિત્રતા કરી વેપારીને એક ફ્લેટમાં લઇ ગઇ હતી. જ્યાં નકલી પોલીસ બની એવાલા શખ્સોએ વેપારીને માર મારી 20 લાખની માંગણી કરી હતી. જો કે, વેપારીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બોપલ વિસ્તારમાં રહેતા એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ વેપારી મની એક્સચેન્જનું કામ કરે છે. 11 વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા જો કે 4 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. પત્ની સાથે છૂટાછેડા થયા બાદ વેપારી એકલવયું જીવતા હતા અને તેમને કોઈના સાથની જરૂર હતી. જેથી વેપારીએ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.

જો કે, બાદમાં તેમને એકની યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. થોડો સમય એકબીજા સાથે મેસેજ પર વાત કર્યા બાદ તેઓએ મળવાનું નક્કી કર્યું હતું. એકબીજાને મળ્યા બાદ યુવતીએ એકાંતમાં સમય વિતાવવાનું કહીં તેના ફ્લેટ પર લઇ ગઈ હતી. જ્યાં યુવતીએ કપડા ઉતારવાનું શરૂ કર્યું અને વેપારીને પણ કપડા ઉતારવા માટે કહ્યું હતું. જો કે, આ તે જ સમયે નકલી પોલીસ બનીને આવેલા શખ્સો ફ્લેટમાં ઘુસી ગયા હતા.

આ શખ્સોએ યુવતીને પોતાની બહેન હોવાનું જણાવી વેપારીની લાકડીઓથી માર માર્યો અને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપી હતી. વેપારી બચવાનો પ્રયત્ન કરે તે પહેલા જ આ શખ્સોએ વેપારીને ગોંધી રાખ્યો હતો અને 20 લાખની માંગણી કરી હતી. જો કે, આ બધુ પૂર્ણ થયા બાદ વેપારી જ્યારે તેના ઘરે ગયો ત્યારે તેને હાઇપલોગ્લાસમિયાનો એટેક પણ આવ્યો હતા.

ત્યારબાદ વેપારીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા સેટેલાઇટ પોલીસે આરોપીઓને પકડી પાડવામાં વધુ તપાસ હાથ ધરી છે.

(4:27 pm IST)