Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના 16 ડિરક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી

22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય

બનાસકાંઠા :એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની જાહેરાત કરી છે. બનાસ ડેરીના 16 ડિરક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાઇ રહી છે. બનાસડેરીએ 3.50 લાખ પશુપાલકો ધરાવતી એશિયાની નંબર વન ડેરી છે અને આ ડેરી વર્ષે 9 હજાર કરોડનું ટન ઓવર ધરાવે છે.

  બનાસ ડેરીના 16 ડિરક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાનો સમય રખાયો છે  30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 1 ઓક્ટોમ્બરે માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર થશે. 8 ઓક્ટોમ્બરે ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. 9 ઓક્ટોમ્બરે ઉમેદવારોને પ્રતીક ફાળવણી કરાશે.

(12:38 pm IST)