Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ઓલપાડ તાલુકાના કિમાલીના ૮૧ વર્ષીય ઇશ્વરસિંહે રર દિવસની સારવાર બાદ કોરનાને મહાત આપી : સિવિલના તબીબોનો આભાર માનતા તેમના પરિવારજનો

સુરતઃ ઓલપાડ તાલુકાના કિમામલી ગામના ૮૧ વર્ષીય ઇશ્વરસિંહે રર દિવસની સારવાર બાદ કોરોનાને મહાત આપી છે. સિવિલના તબીબોનો આભાર તેઓના પરિવારજનોએ માન્‍યો હત.

આ અંગેની વિગતો જોઇએ તો ઇશ્વરભાઇ સારવાર દરમિયાન અનુભવ વર્ણવતા કહ્યું કે. સિવિલ હોસ્પિટલના સારવારના દિવસો ભુલી નહી શકું’. વિશ્વાસ હતો. સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને આરોગ્ય કર્મીઓએ અમારા જેવા વૃધ્ધોની સેવા કરી, પરિવારની જેમ સાચવ્યા.

સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો. અજય પરમારે જણાવ્યું હતું કે, સિવિલમાં સારવાર માટે આવ્યા ત્યારે, ઈશ્વરસિંહનું ઓક્સિજનનું પ્રમાણ ઘટીને 75-80 ટકા  રહેતું હતું. ઈશ્વરભાઈને જનરલ વોર્ડમાં 15 લિટર NRBM નોન રિબ્રિધર ઓક્સિજન માસ્ક પર લાવવામાં આવ્યા. 10 દિવસ બાદ  ધીરે ધીરે બાહ્ય ઓક્સિજનની જરૂર ઓછી થતા તબીયતમાં સુધારો આવ્યો. છેલ્લા બે દિવસ નોર્મલ રૂમ એર પર મોનીટરીંગ હેઠળ રખાયા અને  સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.

ઈશ્વરસિંહના પુત્ર અજીતસિંહે હોસ્પિટલના તબીબોની સરાહના કરતા કહ્યું કે, પિતાને તા.11મી ઓગસ્ટે શારીરિક નબળાઈ સાથે શ્વાસની તકલીફ જણાતા રાંદેરની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા. પાંચ દિવસની સારવાર બાદ રજા લઈ ઘરે પરત ફર્યા પરંતુ તા.16 ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતાં ફેમિલી ડોક્ટરની સલાહ મુજબ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો. રીપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ વોર્ડમાં દાખલ કર્યા હતા. અજીતસિંહે ફરજને પ્રાધાન્ય કોરોના વોરિયર્સનો આભાર વ્યકત કર્યો હતો.

નવી સિવિલના નોડલ ઓફિસર ડો.વિવેક ગર્ગ, ડો. કુણાલ કુમાર તેમજ ડો. અજય પરમારની ટીમના કર્મનિષ્ઠ તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમના સફળ ઉપચાર થકી ઇશ્વરસિંહ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહયા છે.

(8:42 am IST)