Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કોરોના વકરતા સેશન્સ કોર્ટ બંધ રાખવા નિર્ણય

બીજો હુકમ ના આવે ત્યાં સુધી કોર્ટ બંધ : તમામ વકીલોએ ઝુમ લિંક દ્વારા કેસની સુનવણી કરવી તેમજ કોર્ટ સંકુલમાં જાતે હાજર રહેવુ કે પ્રવેશ કરવો નહીં

અમદાવાદ,તા.૧૮ : કોરોનાના રોગચાળાને પુનઃ માથુ ઉચકતા ગુજરાત હાઈકોર્ટે આપેલ દિશાનિર્દેશ અનુસાર ભદ્ર ખાતે આવેલ સેશન્સ કોર્ટ સંકુલમાં વકીલો, પક્ષકારો, ક્લાકોને બીજો હુકમ ન થાય ત્યાં સુધી કોર્ટમાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ સાથે કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા ગુજરાત કલબવાળો અને ભદ્રકાળી મંદિર તરફના પ્રવેશ દ્ધારને બંધ રાખવાની જાહેરાત પ્રિન્સીપલ જજ શુભદ્રા બક્ષીએ કર્યો છે. કોરોના વાયરસનો પ્રકોપ શહેરમાં પુનઃ વકરતા ગુજરાત વડી અદાલતના માર્ગદર્શન મુજબ લેવાયેલ નિર્ણય અંગે યાદી બહાર પાડતા જણાવ્યું છે કે, હાલમાં વર્ચુઅલ હિયરીંગ ચાલતુ હોવાથી તમામ વકીલોએ ઝુમ લિંક દ્વારા કેસની સુનવણી કરવી તેમજ કોર્ટ સંકુલમાં જાતે હાજર રહેવુ કે પ્રવેશ કરવો નહીં તાકીદના કામ, માહિતી મેળવવા કે લીંક માટે રજુઆત કરવા માટે ઈન્કવાયરી સેન્ટર પર કામે કરતા કર્મચારીને જણાવવું તેમજ જે તે વિભાગમાં ઈન્ટર કોમથી વાત કરવી.

           કચેરી વિભાગમાં કરવાની અરજી અને કાગળો કોર્ટના ભોેય તળિયે આવેલ ઈન્કવાયરી સેન્ટરના ડ્રોપ બોક્સમાં નાખવી. જ્યારે કોર્ટમાં રજુ કરવાના કાગળ ડિસ્ટ્રીક્ટ લો-લાયબ્રેરીમાં વકીલે આપવાના રહેશે. જામીન અંગેના બીડો મેટ્રો મેજિસ્ટ્રેટની કોર્ટમાં ઈમેઈલથી મોકલાવવો. આ અંગેની તપાસ ડેપ્યુટી રજીસ્ટાર દ્વારા સંબંધિત વિભાગ કે ઈન્કવાયરી સેન્ટરમાં પુછવાનું રહેશે. જામીન અરજીના કામે પોલીસ સ્ટેશનની તપાસ અધિકારી દ્વારા રજુ કરવાની થથી એફિડેવીટ ભોયતળિયે ડેપ્યુટી રજિસ્ટાર દ્વારા કરવી પોલીસે તપાસના કાગળિયા ભોંયતળિયે સીએફસી સેન્ટર ખાતે જવાબદાર કર્મચારીને આપવાના રહેશે કેસ અંગે માહિતી આપવી હોય તો સરકારી વકીલને ફોન કરવાનો રહેશે. એમએસીપીના કે અન્ય કેસમાં ચૂકવણું સીએફસી સેન્ટરે કરવાનું રહેશે.

(9:42 pm IST)