Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જૂની ભીલડી ગામના ખેતરમાં 10 ફૂટ લાંબો મહાકાય અજગર મળ્યો: વનવિભાગે પકડીને દાંતીવાડા જંગલમાં છોડી મુક્યો

જુની ભીલડી ગામના કાછેલા રફીકભાઈ યાસીનભાઈના ખેતરમાં અડદ અને ગાવારના વાવેતરમાં  બપોરના સમયે મહાકાય અજગર દેખાઈ આવતા તેની જાણ વન ખાતાના આરએફઓને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવી દશ ફુટ જેટલો લંબાઈના અજગરને કોથળામાં પુરી દાંતીવાડા જંગલમાં છોડવામા આવ્યો હોવાનુ જાણવા મળેલ છે.આ વાતની જાણ લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળા અજગર દેખવા માટે ઉમટી પડ્‌યા હતા

(10:05 pm IST)