Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ટાટા પાવરની CGPLનું સરકાર દ્વારા સન્માન થયુ

અમદાવાદ, તા.૧૯ : ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ (સીજીપીએલ)નું વર્ષ ૨૦૧૮-૧૯નાં દુષ્કાળમાં કચ્છમાં વિવિધ અસરકારક અને સસ્ટેઇનેબલ કાર્યક્રમો માટે ગુજરાત સરકારે સન્માન કર્યું છે. આ કાર્યક્રમોથી આસપાસનાં ગામડાઓનાં લોકોને લાભ થયો હતો. ભૂજમાં તાજેતરમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ સીજીપીએલનાં સીઇઓ શ્રી વિજય નામજોશીને પ્રશસ્તિપત્ર અને પ્રશંસાપત્ર એનાયત કર્યું હતું. વર્ષ ૨૦૧૮-૧૯માં કચ્છ વિસ્તારમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સીજીપીએલનાં સીએસઆર કાર્યક્રમોમાં સામેલ હતા, જેમાં પશુધન માટે સતત ઘાસચારાનો પુરવઠો અને એની જાળવણી, ખેડૂતોને કૃષિ કિટ્સનું વિતરણ, જેઓ સ્થાનિક ઘાસચારાનાં વાવેતર માટે સિંચાઈની સુવિધા ધરાવે છે,  વિસ્તાર માટે અનુકૂળ ચારા (નેપિયર બાજરા-૨૧ અને સીઓ૩)ની નવી જાતોનાં પ્લોટનું પ્રદર્શન કરવા ઇનોવેટિવ ફોડરની સ્થાપના, સીજીપીએલનાં ફ્લેગશીપ પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ અથવા પીજીડબલ્યુએમ પ્રોગ્રામ અંતર્ગત ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટમાં અસરકારક અને વિસ્તૃત કાર્યનો સમાવેશ થાય છે.

                  સીજીપીએલએ આખું વર્ષ ત્રણ ગામડાઓને ચારાનો પુરવઠો જાળવી રાખ્યો છે અને વધુ પાંચ ગામડાઓમાં ચારાનાં પુરવઠા માટે વધારાનો ટેકો પણ પ્રદાન કર્યો છે. ઉપરાંત ૧૫ ગામડાઓમાંથી ખેડૂતોને ચારાનાં બિયારણ/સ્લિપનાં વિતરણ સહિત સમયસર કાર્યક્રમો તથા ગૌચર કે એક ગામમાં પશુધન માટે ચરવાની જમીનનો વિકાસ તથા ૧૯ ગામડોમાં પીજીડબલ્યુએમની શરૂઆત સામેલ છે. ટાટા પાવરનાં સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રવીર સિંહાએ જણાવ્યું હતું કે, સીજીપીએલ હંમેશા સ્થાનિક સમુદાયને સપોર્ટ કરવા આતુર છે, ખાસ કરીને પડકારજનક સમયમાં. વર્ષ ૨૦૧૮માં કચ્છને દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે પ્રદેશમાં વાર્ષિક સરેરાશથી ઓછો વરસાદ પડ્યો હતો. અમે ટાટા પાવરમાં સમયસર અને અસરકારક કામ કરવા બદલ શ્રી વિજય નામજોશીનાં નેતૃત્વમાં ટીમને અભિનંદન આપીએ છીએ અને રાજ્ય સરકાર પાસેથી માન્યતા બદલ શુભેચ્છા આપીએ છીએ.

(9:51 pm IST)