Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અંકલેશ્વર પાલિકા દ્વારા 36 કિલો પ્લાસ્ટિકનો મુદામાલ જપ્ત : દુકાનદારોને દંડ ફટકારાયો

2 ઓક્ટોબર પછી કોઈપણ દુકાનદાર ને બક્ષવામાં આવશે નહીં.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ વિવિધ જગ્યાઓ ઉપર અલગ અલગ ટીમ બનાવી દુકાનોના ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 50 માઈક્રોનની નીચેની થેલીઓ રાખતા દુકાનદારો ઉપર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં.

  અંકલેશ્વર નગરપાલિકાએ ૩૬ કિલો ઉપરના પ્લાસ્ટિકના મુદ્દામાલની જપ્તી સાથે પ્લાસ્ટીક રાખનાર દુકાનદારોને દંડ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગર પાલિકાના કર્મચારી હર્ષદભાઈ કાપડિયાએ અંકલેશ્વરની પ્રજાને પ્લાસ્ટિકનો વપરાશ ના કરવા માટે અને દુકાનદારોને પણ 2 ઓક્ટોબર પહેલા પ્લાસ્ટિક સ્વેચ્છિક રૂપે અંકલેશ્વરને જમા કરાવી આપે એવું પણ દુકાનદારોને અપીલ કરવામાં આવી છે. 2 ઓક્ટોબર પછી કોઈપણ દુકાનદાર ને બક્ષવામાં આવશે નહીં.

(9:14 pm IST)