Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જંબુસર પાલિકાની સામાન્ય સભા ભાજપના સદસ્યોના આંતરિક વિવાદના પગલે મોકૂફ

વિકાસના કામો ઉપર કોઇ નિર્ણય ન લેવાતા નગરજનોને મુશ્કેલી

જંબુસર નગરપાલિકાની મળેલી સામાન્ય સભા સત્તાધારી પક્ષ ભાજપના સદસ્યોના આંતરિક વિવાદના કારણે મુલતવી રહેતા આ સામાન્ય સભામાં લેવાયેલા વિકાસના કામો ઉપર કોઇ નિર્ણય ન લેવાતા નગરજનોને હજુ તકલીફોનો સામનો કરવો પડશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.

જંબુસર નગર પાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ કૌશલ્યાબેન દુબેના અધ્યક્ષસ્થાને નગરપાલિકા સભાખંડ ખાતે મળી હતી પ્રથમ સામાન્ય સભામાં શોકદર્શક ઠરાવ પસાર કરીને તાજેતરમાં અવસાન પામેલા પાલિકાના માજી સદસ્ય ઉર્મિલાબેન પટેલ કેન્દ્રના માજી મંત્રી સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ એ સ્થળે મળેલ બીજી સામાન્ય સભામાં નગર ના વિકાસના કામો નક્કી કરવા માટે ની હતી.

(9:09 pm IST)