Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સુરતના અડાજણમાં બર્થડે કેકમાં દારૂની બોટલ મૂકીને તલવારથી કેક કાપવા કેસમાં ચાર આરોપીઓ ઝડપાયા

દિપેશ રાજપુત સહિત અન્ય બે ને ઝડપી પાડવા કવાયત

સુરતમાં જાહેર રસ્તા પર શરાબની મહેફીલ સાથે તલવારથી કેક કાપતો વડીયો વાઇરલ થયો હતો. અડાજણ પોલીસે આ વીડીયોમાં દેખાતા યુવાનો પૈકી 4ની ધરપકડ કરી છે જયારે દિપેશ રાજપુત સહિત અન્ય બે ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

સુરત અડાજણ વિસ્તારનો તોડા દિવસો પહેલા દારૂની બોટલ સાથે જાહેર તલવાર સાથે કેક કટિંગ કરી જન્મ દિવસ ની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેમાં મિત્રનો જન્મ દિવસ જાહેર રસ્તા પર તલવાર સાથે કેક કટીંગ કરી દારૂની બોટલ સાથે આરોપી નજરે ચઢ્યા હતા

   . આ વાયરલ વીડિયોમાં જન્મ દિવસ ઉજવણી સાથે જાહેર રોડ પર આતશબાજી સાથે ગાડીના ટેપનો અવાજ વધારી ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. અડાજણ પોલીસે વીડિયો મામલે તપાસ કરતા ભુપત આહીર નામના શખ્સની હત્યામાં સંડોવાયેલ આરોપી દ્વારા આ ઉજવણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ કરતુત કરનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સફેદ ટી શર્ટ સાથે દેખાતો શખ્શ દીપેશ રાજપૂત છે.જે હાલ ફરાર છે. હાલ પોલીસે મુખ્ય આરોપી દીપેશ રાજપૂત સહિત 2 આરોપીઓને વોન્ટેટ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

(8:34 pm IST)