Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

નડિયાદ પોલીસે મરીડા રોડ પરથી સિંધાલિના વાહન ચોરને રંગે હાથે ઝડપ્યો: રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી

નડિયાદ:શહેર પોલીસે મરિડા રોડ ઉપરથી સિંઘાલીના એક વાહનચોરને ઝડપી પાડીને બાઈક અને સ્કૂટીની ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે બન્ને વાહનો કબજે કરીને તેના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન બીજી કેટલીક વાહનચોરી પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં રહેતાં અનંતભાઈ હરજીવનદાસ સોલંકી ગત તા.૧૨-૯-૧૯ ના રોજ પોતાનું સ્કૂટી નં.-જીજે ૦૭, બીજે-૯૨૯૭ ને નડિયાદમાં આવેલ મોટી શાકમાર્કેટના દરવાજા નજીક પાર્ક કરી શાકભાજી ખરીદવા ગયાં હતાં. જે દરમિયાન કોઈ વાહનચોર તેમનું સ્કૂટી ચોરી કરી ભાગી ગયો હતો. જ્યારે પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં રહેતાં હિતેશભાઈ શંકરભાઈ રાવળ ગત તા.૭-૯-૧૯ ના રોજ પોતાનું બજાજ ડિસ્કવર બાઈક નં જીજે ૨૩ એએમ ૪૭૫૦ લઈ નડિયાદમાં આવેલ ડીડીઆઈટી હોસ્પિટલમાં દાખલ સબંધીની ખબર જોવા આવ્યાં હતાં. દરમિયાન હોસ્પિટલના બેઝમેન્ટમાં પાર્ક કરેલ તેઓનું બાઈક ચોરાઈ ગયું હતું.

(5:49 pm IST)