Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સુરતના ભાગાતળાવ વિસ્તારમાં રોડ નજીક પાર્ક કરેલ કારને નિશાન બનાવી તોફાની તત્વોએ એસિડ ફેંકી નુકશાન પહોંચાડતા સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળ્યો

સુરત:શહેરના ભાગાતળાવ વિસ્તારમાં મક્કા એપાર્ટમેન્ટ પાસે રોડ પાર્ક કરવામાં આવેલી એક મહિનો જુની આઇ-10 કાર પર કોઇક તોફાની તત્વોએ એસિડ ફેંકી નુકસાન પહોંચાડતા સ્થાનિક વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ભાગાતળાવ સીંધીવાડના મદીના એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર બી-1 માં રહેતા અહમદનુર મોહમંદ અસલમ કાપડીયાએ એક મહિના અગાઉ હુન્ડાઇ આઇ-10 કાર નંબર જીજે-5 આરજે-2020 ખરીદી હતી. બે દિવસ અગાઉ રાત્રે સાડા અગિયાર વાગ્યે તેમણે પોતાની એક મહિનો જુની કાર રહેણાંક એપાર્ટમેન્ટની નજીક મક્કા એપાર્ટમેન્ટ પાસે રોડ પર પાર્ક કરી ઘરે ગયો હતો. રાત્રે 11 કલાકને 55 મિનીટે પરત આવ્યો ત્યારે કાર પર કોઇ તોફાની તત્વએ એસિડ એટેક કર્યો હતો. જેમાં કારના ટોપબોનેટદરવાજાને નુક્સાન થયું હતું.

(5:47 pm IST)