Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સુરતની પાંડેસરા જીઆઈડીસીમાં પ્રોવિઝન સ્ટોરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: દુકાનદાર સહીત 9 જુગારીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા: 1 લાખથી વધુનો મુદામાલ જપ્ત

સુરત:પાંડેસરા જીઆઇડીસીની જય ગુરૂદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં દરોડા પાડી પીસીબીએ દુકાનદાર સહિત 9 જણાને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડ અને મોબાઇલ ફોન મળી રૂા. 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પીસીબીને મળેલી બાતમીના આધારે પાંડેસરા જીઆઇડીસી રોડના આકાશ રો હાઉસમાં આવેલા આકાશ વિલા એપાર્ટમેન્ટમાં જય ગુરૂદેવ પ્રોવિઝન સ્ટોરમાં દરોડા પાડયા હતા.

જયાંથી દુકાનદાર સરવેશ અનિલ સીંગ (રહે. સ્વપ્ન સૃષ્ટિ રેસીડેન્સી, જીયાવ-બુડીયા રોડ) ઉપરાંત દુધના વ્યાપારી કૌશેલેન્દ્ર જીલાજીત મિશ્રા (રહે. આકાશ રો હાઉસ, પાંડેસરા જીઆઇડીસી રોડ), મજુરી કામ કરતા મહાવીર ઉર્ફે સુનીલ રામાચાર્ય વિશ્વકર્મા (રહે. ક્રિષ્ણાનગ, પાંડેસરા), ખાનગી કંપનીમાં નોકરી કરતા અરવિંદ હરિશચંદ્ર રાજભર (રહે. જય અંબેનગર, બમરોલી રોડ) રાજમલ ઉર્ફે રાજુ નારાયણ પ્રજાપતિ (રહે. આર્વીભાવ સોસાયટી, પાંડેસરા), રીક્ષા ડ્રાયવર રાધાકાંત પંચાનંદ પન્ડા (રહે. સંતોષીનગર, નવાગામ-ડીંડોલી રોડ), કોમલભાઇ બલીરામમ ખરાટે (રહે. આકાશ રો હાઉસ, પાંડેસરા જીઆઇડીસી રોડ), સેલ્સમેન ગ્યાનેશ્વર ખંડુભાઇ સોનવણે (રહે. નાગસેન નગર, પાંડેસરા)) અને બાંધકામ કોન્ટ્રાકટર વિનોદ મંગળુભાઇ સોની (રહે. આકાશ રો હાઉસ, પાંડેસરા જીઆઇડીસી રોડ) ને રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી 9 નંગ મોબાઇલ ફોન અને રોકડ મત્તા મળી કુલ રૂા.1 લાખથી વધુની મત્તા કબ્જે લીધી હતી.

(5:45 pm IST)