Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ: પાદરા તાલુકામાં રોડ પર શ્વાન આડું આવતા માટી ભરેલ ડમ્પર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો

વડોદરા:શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને હવે હાઇવે પર પણ રખડતા પ્રાણીઓના કારણે અકસ્માતોની ઘટના વધી રહી છે. પાદરા તાલુકામાં રોડ પર કૂતરુ વચ્ચે આવી જતા માટી ભરેલુ ડમ્પર પલટી મારી હતી.

પ્રાપ્ત માહિતિ મુજબ પાદરા તેમજ વડોદરા તાલુકામાં એક્સપ્રેસ હાઇવેનું કામ ચાલી રહ્યું છે. રોડના આ કામમાં માટીપુરાણ માટે કુલવિન્દરસિંગ મોહનસિંગ મહેરા (રહે.ઘનકુવા, કરચીયા ગામ)  ગોરીયાદ ગામેથી ડમ્પરમાં માટી ભરીને સરસવણી ગામ તરફ જતો હતો. સરસવણી ગામ તરફ જવાના રોડ પર વળાંક પાસેથી ડમ્પર વળાંક લેવાતું હતું ત્યારે અચાનક રોડ પર કૂતરુ વચ્ચે આવી જતા તેને બચાવવા માટે  ડમ્પર પરનો કાબુ ગુમાવતા ડમ્પર  જમણી સાઇડ પર પલટી ખાઇ ગયું હતું.

(5:42 pm IST)