Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વડોદરાના સમા વિસ્તારમાં બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ હડતાળ પર: હલકી ગુણવત્તાનું ભોજન મળતું હોવાની ફરિયાદ: ફૂડસેફટી વિભાગદ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા:સમા વિસ્તારમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ ગઈકાલે હડતાળ પાડી હતી અને હલકી ગુણવત્તાનું ભોજન અપાતુ હોવાની ફરિયાદ કર્યા બાદ આજરોજ કોર્પોરેશનના ફૂડસેફટી ઓફિસરોએ ચેકીંગ કર્યું હતુ. અને ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા.

સમરસ બોયઝ હોસ્ટેલમાંથી વાલનું શાક, બટાકા- ભીંડાનું શાક, દાળભાત, લોટ, ઘી તથા અડદની દાળ અને સીંગતેલના નમૂના લીધા હતા. તેમજ સ્વચ્છતાની નોટિસ આપીને ફૂડ સેફટીનું લાયસન્સ નહીં  હોવાથી તેની પણ નોટિસ આપીને ૭ દિવસમાં લાયસન્સ લઈ લેવા સૂચના આપી હતી.

આજે ટેકનોલોજી ફેકલ્ટીની કેન્ટીનમાં પણ ચેકીંગ કરી સંભાર તથા કપાસિયા તેલના નમૂના લીધા હતા. અને સ્વચ્છતા અંગે નોટીસ આપી ફૂટ સેફટીનું લાયસન્સ નહીં હોવાથી તેની નોટીસ આપી લાયસન્સ લઈ લેવા સૂચના આપી હતી.

(5:42 pm IST)