Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વડોદરામાં ટ્રાફિકના નવા નિયમોમાં મહિલા પીએસઆઇ ઝપટમાં આવ્યા : રોંગ સાઈડ પર જતા પોલીસે ઝડપી 3 હજારનો મેમો ફટકાર્યો

વડોદરા:શહેરમાં ટ્રાફિકના નવા નિયમોના અમલ દરમિયાન એક મહિલા પીએસઆઇ પણ ઝપેટમાં આવી જતાં તેમને રૂ.૩ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ,હરણી એરપોર્ટ પાસે ઉચ્ચ પોલીસ અધિકારીઓ વડાપ્રધાનના બંદોબસ્ત માટે હાજર હતા ત્યારે એક મહિલા પીએસઆઇ ટુવ્હિલર પર રોંગ સાઇડ આવી રહ્યા હોઇ જોઇન્ટ પોલીસ કમિશનરે તેમને અટકાવ્યા હતા.

પોલીસ અધિકારીએ મહિલા પીએસઆઇને રોંગ સાઇડ બદલ રૃા.૧૫૦૦નો દંડ કરવાની સૂચના આપી હતી.પોલીસ કર્મીઓ માટે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમ બમણી વસૂલવાની

સૂચના આપવામાં આવી હતી.આ પીએસઆઇ મકરપુરા પોલીસ સ્ટેશનની હોવાનું જાણવા મળ્યું છે.

(5:41 pm IST)