Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અમદાવાદ: ઔડામાં 175 જેટલા ગામોમાં છેલ્લા 3 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા: લોકોએ પોતાનો આક્રોશ સરપંચો પર ઠાલવ્યો

અમદાવાદ: શહેરના ઔડામાં સમાવિષ્ટ ૧૭૫ જેટલા ગામોમાં છેલ્લા ૩ વર્ષથી પીવાના પાણીને લગતા વિવિધ કામો યેનકેન પ્રકારે અટવાઇ પડતા હજારો ગ્રામજનો પાણીની ગંભીર સમસ્યા વેઠી રહ્યા  છે. આ મામલે  જેતે ગામના સરપંચો દ્વારા ગાંધીનગર સુધી  રજૂઆત કરવામાં આવી છે. અગાઉ આ ગામોનાં પાણીને લગતા વિવિધ કામો મંજૂર કરાયા હતા પરંતુ તે કામો  આજદીન સુધી હાથ ધરાયા  નથી.  વારંવારની રજૂઆતો કરાઇ હોવા  છતાં ગાંધીનગર વાસ્મો દ્વારા મંજૂરી આપવામાં આવી રહી ન હોવાનો અંગેનો આક્રોશ સરપંચો ઠાલવી રહ્યા છે.

અમદાવાદ શહેરની આજુબાજુમાં આવેલા ગામોના વિકાસની તેમજ તેમાં વિવિધ માળખાકીય  સુવિધાઓ ઉભી કરવાની જવાબદારી ઔડાને સોંપાઇ છે. ઔડાને બ્રિજ અને ટીપી સ્કીમોમાં  જ વધુ  રસ હોવાથી સામાન્ય માણસોની સુખાકારી માટેના કામોમાંં જોઇએ તેટલો રસ દાખવાઇ રહ્યો ન હોવાનો આક્ષેપ સરપંચો કરી રહ્યા છે.

(5:41 pm IST)