Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

દાહોદના લીમડી પોલીસ મથકમાં અર્ધનગ્ન અવસ્થામાં કિન્નરોનો હોબાળોઃ વાહનચાલકો પાસેથી ઉઘરાણા બાબતે અટકાવતા મામલો બિચક્યો

દાહોદ: દાહોદ જિલ્લાના લીમડી પોલીસ મથકમાં અર્ધનગ્ન અવસ્થામાં કિન્નોરોએ હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટના ગત સોમવાર મોડી રાત્રે બની હતી. વડોદના ટોલનાકા ઉપર કિન્નરો દ્વારા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા બાબતે લીમડી પોલીસે રોકતા મામલો બીચક્યો હતો. જોકે સમજાવટથી પોલીસે મામલો થાળે પાડી દીધો હતો પરંતુ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ખળભાળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના વડોદના ટોલનાકા ઉપર કિન્નરો વાહન ચાલકો પાસેથી પૈસાનું ઉઘરાણું કરી રહ્યાં હતા. તે દરમિયાન કિન્નરોને વાહન ચાલકો પાસેથી પૈસાનું ઉઘરાણું કરતા લીમડી પોલીસે રોક્યા હતા. જેથી કિન્નરો ભેગા થઈ લીમડી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા ગયા હતા. તે દરમિયાન લીમડી પોલીસ સ્ટેશનમાં કોઈક બાબતે પોલીસ સાથે ચકમક થતા મામલો બીચકતાં હતો અને કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં અર્ધનગ્ન અવસ્થામાં હોબાળો મચાવ્યો હતો.

જો કે, ભારે હોબાળા બાદ પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બુધવારે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ખળભાળાટ મચી ગયો છે. તો એક તરફ કિન્નરો દ્વારા પોલીસે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પોલીસ કર્મીઓએ જણાવ્યું કે, વડોદ ટોલનાકે થયેલા જમાવડો દુર કરતાં કિન્નોરએ હદ પાર કરી હોવાનું જણાવ્યું હતું.

(4:31 pm IST)
  • ગટરની સફાઈ દરમિયાન મૃત્યુ થવા અંગે સુપ્રીમ કોર્ટે લગાવી સરકારને ફટકાર : સુપ્રીમ કોર્ટે પુછ્યું 'સફાઈ કામદારોને ઓક્સિજન સિલિન્ડર કેમ ઉપલબ્ધ કરાવાતા નથી?' કોર્ટે પુછ્યું કે,"તમે આ માટે શું કર્યું છે? કોર્ટે જણાવ્યું કે, આ દેશમાં અસ્પૃશ્યતાનું આજે પણ ચલણ છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની સફાઈ ગતિવિધિઓમાં સામેલ લોકો સાથે રહેવા માગતું નથી. બેન્ચે જણાવ્યું કે, આ સ્થિતિમાં સુધારો કરવો જોઈએ. access_time 8:42 am IST

  • લોકસભા ચૂંટણીમાં કારમાં પરાજય બાદ રાહુલ ગાંધીની સક્રિયતામાં ઘટાડો : કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યા પછી રાજનીતિથી દૂર થયા : માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધીના હાથમાં બાગડોર હોવાનું તારણ access_time 8:43 am IST

  • દક્ષિણ ગુજરાતમાં વાદળા છવાયા : વલસાડ - તિથિલમાં અત્યારે બપોરના ૩:૪૦ વાગ્યે જોરદાર વરસાદ તૂટી પડ્યો છે access_time 4:06 pm IST