Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ભરૂચનાં ભાલોદ નજીક ખેતરની પાણીની ટાંકીમાં અજગરના ૪ ફુટના ૯ બચ્ચા મળ્યા

ભરૂચ તા ૧૯  : જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ નજીક એક ખેતરમાં પાણીની ટાંકીમાં અજગરના ૯ જેટલા બચ્ચા જણાતા ખેડુત બિજલ ભિખાભાઇ વસાવાએ વન વિભાગને જાણ કરતા ભરૂચ વન અધિકારી આર.બી. પટેલ, ઝઘડીયા રેન્જ ઓફીસર તડવી અને રાજપારડીના વન અધિકારી મહેશ વસાવાના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા અને તેમના સહયોગી રવિન્દ્ર વસાવા દ્વારા આ ૩ થી ૪ ફૂટ લંબાઇના અને એક મહીનાની ઉમરના જણાતા આ ૯ અજગરના બચ્ચાઓનેસલામત રીતે પકડીને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.

વન વિભાગ દ્વારા આ અજગરના નવ બચ્ચાઓને પાણી અને ખોરાકની સગવડ મળે તેવા સલામત વન વિસ્તારમાં છોડી દેવામાં આવશે.

(4:05 pm IST)