Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હારીજ તાલુકાના ગામડાઓના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત વિકાસ આયોજન GPDP બાબતે હારીજમા તાલુકા કક્ષાની તાલીમ યોજાઈ

રીલાયન્સ ફાઉન્ડેશન માહિતી અને માર્ગદર્શન દ્વારા સમસ્યા નિવારણ અને ગ્રામ વિકાસ માટે કાર્યરત

હારીજ : ગામડાઓના વિકાસ માટે કાર્યરત ગ્રામ પંચાયતોના તમામ સરપંચો તથા તલાટી કમ મંત્રી  તેમજ સરકારી અધિકારીઓ સાથે ગ્રામીણ વિકાસ ના એક અભિન્ન અંગ ગણાતા ગ્રામ પંચાયત વિકાસ આયોજન GPDP બાબતે હારીજ તાલુકા પંચાયત દ્વારા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો

પાટણ જિલ્લા વિકાસ અધિકારી પારેખના માર્ગદર્શનમાં હારીજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ઉધરસીંહ નાયબ તાલુકા વિકાસ અધિકારીની મકવાણાની ઉપસ્થિતિમાં આજે તાલુકા પંચાયત હારીજ મા ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP) અંગે આ આયોજનમાં  સંબંધિત તમામ અધિકરીઓ તેમજ પદાધિકારીઓ સાથે એક દિવસીય કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત કરતાં હારીજ  ના મિશન મંગલમ વિભાગના  બહેન  અંજનાબેન એ આજની આ કાર્યશાળા નો હેતુ સમજાવી કાર્યક્રમ ની શરૂઆત કરેલ ત્યારબાદ જેમા gpdp ની શરૂઆત જરૂરિયાત અને ગ્રામ્ય કક્ષાએ gpdp નું મહત્વ સમજાવેલ ત્યારબાદ કાર્યક્રમમાં રિલાયન્સ ફાઉન્ડેશનના વર્ષાબેન મેહતા દ્વારા આપણુ ગામ આપણુ આયોજન અને આપણા ગામ  ને સારૂ બનાવવા માટે આદર્શ જી પી ડી પી બનાવવા બાબતે પ્રેઝન્ટેશન રજૂ કરવા સાથે આ પ્રક્રિયામાં  થયેલા  અનુભવોની  વિગતવાર  માહિતી અને માર્ગદર્શન આપેલ હતું

જયરામભાઈ રબારી દ્વારા કાર્યશાળામાં ગ્રામ પંચાયત વિકાસ આયોજન માં સરપંચ અને તલાટી તથા ફ્રન્ટલાઈન વર્કર સારી રીતે ભૂમિકા ભજવી શકે તે માટે માહિતગાર કરવામાં આવ્યા અને ગ્રામ પંચાયત વિકાસ આયોજન ની પ્રક્રિયા ની  વિસ્તૃત  માહિતી આપવામાં આવી હતી. આ કાર્યશાળામાં રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ના સરપંચ લાલાભાઇ રબારી દ્વારા પોતાના ગામ મા ગત વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશન ના  માર્ગદર્શનથી  ગ્રામ પંચાયત દ્વારા  gpdp બનાવવા માટેની કરેલી પ્રક્રિયા વિષે સમજાવેલ તેમજ  gpdp  બનાવ્યા બાદ  તેના કારણે થતાં ફાયદાઓની ચર્ચા કરી જીપીડીપી ના અનુભવો નું આદાન પ્રદાન કર્યું હતુ.

શંખેશ્વરમાં માં કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશનના ટિમ મેમ્બર વ્રજલાલ ભાઈ રાજગોર દ્વારા જણાવેલ કે હારીજ તાલુકામાં કોઈપણ ગ્રામ પંચાયતને પોતાના ગામમાં સારું gpdp બનાવવું હોય તો રિલાયન્સ ફાઉન્ડેશન આ કામ મા પુરતો સહયોગ કરશે તેમજ ગ્રામીણ વિકાસના અન્ય કામોમાં પણ રીલાયન્સ ફાઉન્ડેશન માહિતી અને માર્ગદર્શન દ્વારા સમસ્યા નિવારણ અને ગ્રામ વિકાસ માટે હંમેશા કાર્યરત છે

બીજા તબક્કામાં તાલુકા કક્ષાએ અલગ-અલગ વિભાગો ના પ્રથમ હરોળના  અધિકારીઓ સાથે મીટીંગ યોજાઈ હતીઆ કાર્ય શાળા માં તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી હારીજ ના તાલુકા પ્રમુખ તેમજ રીલાયન્સ ફાઉન્ડેશન ના વિમલભાઈ ચૌધરી અને સરપંચ તલાટીઓ વિવિધ વિભાગના ફ્રન્ટલાઈન વર્કર મળી કુલ 86 લોકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ.હતા

વર્ષાબેન મહેતા ની યાદીમાં જણાવેલ કે આગામી દિવસસો મા બાકીના તાલુકા ઓ માં પણ આ પ્રકારે જાગૃતિ લક્ષી સેમિનારનું આયોજન કરી પાટણ જિલ્લાના વિકાસમાં રિલાયન્સ ફાઉન્ડેશન પણ પોતાનું યોગદાન આપશે.

(3:04 pm IST)