Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ગયા વર્ષે આરટીઓને 4500 કરોડનો લક્ષ્‍યાંક અપાયો હતો : પરિપત્ર મામલે વાહન વ્યવહાર વિભાગના સચિવની સ્ષ્ટતા

દંડની રકમ વસૂલવાના ટાર્ગેટ અંગે ચાલી રહેલ ચર્ચામાં ખુલાસો

અમદાવાદ : દંડની રકમ વસૂલવાના ટાર્ગેટ અંગે ચાલી રહેલ ચર્ચામાં 5100 કરોડ વસુલવાના મુદ્દે વાહન વ્યવહાર વિભાગના સચિવ સુનૈના તોમરે જણાવ્યું હતુ કે, દર વર્ષે આ રીતે ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. ગયા વર્ષે 4500 કરોડનો ટાર્ગેટ હતો.

વાહન વ્યવહાર વિભાગના સચિવ સુનૈના તોમરે આજ સવારથી દંડની રકમ વસૂલવાના ટાર્ગેટ અંગે ચાલી રહેલ ચર્ચામાં ખુલાસો કરતી પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી હતી.

  5100 કરોડની રકમ ટેક્સને લઇને છે સુનૈના તોમર જણાવ્યું હતુ કે, વાહન ચાલકો દંડ અને લક્ષ્‍યાંક મુ્દાને કોઇ લેવા દેવા નથી. સરકાર જનતા પાસેથી પેનલ્ટી વસૂલવામાં રસ નથી. સરકાર પાસે જતી દંડની રકમ કે વાહનવ્યવહાર વિભાગના આ ટાર્ગેટમાં ચેકપોસ્ટ, બસ ટેક્સ બધી આવતનો સમાવેશ થઈ જાય છે. દર વર્ષે વાહનવ્યવહાર વિભાગને આ અંગે એક ટાર્ગેટ આપવામાં આવે છે.

પરિપત્ર મુદ્દે ખોટો મેસેજ વાયરલ થયો છે. આ આવકમાં ચેકપોસ્ટ, બસ ટેક્સ બધાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 4500 કરોડનો લક્ષ્‍યાંક હતો. દર વર્ષે દરેક વિભાગને લક્ષાંયક આપવામા આવતા હોય છે. 
   પ્રજાને પરેશાની ન પડે તે માટે વધુમાં વધુ વ્યવસ્થા કરવામા આવશે. RTOમાં વારંવાર સર્વર ડાઉનની સમસ્યા સામે આવતી હોય છે. સર્વર ડાઉન મામલે સુચના આપી દેવાઇ છે. વહેલામાં વહેલી તકે RTO ઓફિસની લાઈન ઓછી કરવામાં આવશે. હેલમેટ અને PUCનો કાયદો આવતી 15મી ઓક્ટોબરથી લાગુ થશે.

(1:48 pm IST)