Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હિમાલયની ચારધામ યાત્રા દરમિયાન ગંગોત્રિના દ્શન-સનાન કરતા રવામી માધવપિયદાસજી તયા સંતો-ભક્તો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી યાત્રા સંઘ સાથે ગંગોત્રી પધાર્યા હતા. હીં સંતો-ભક્તોની સાથે ઠાકોરજીનો અભિષેક કરી ભાગીરથીમાં સ્નાન કર્યું હતું અને ભાગીરથીનું વિધિવત પૂજન કર્યું હતું.

આ પ્રસંગે સ્વામીશ્રીએ ભગવતી ભગીરથીનો મહિમા સર્વને સંભળાવ્યો હતો. આ ભગવતી ભાગીરથી ભગવાન નારાયણના ચરણોમાંથી પ્રગટ્યા છે. ભગીરથ રાજાના ભગીરથ પુરુષાર્થથી ધરતી ઉપર અવતર્યા છે. દેવાધિદેવ મહાદેવે પોતાની જટામાં ઝીલ્યા છે અને આખરે મા જેમ બાળકનું પોષણ કરે તેમ ભારતવર્ષના વિશાળ ભૂભાગને અમૃત જેવા નીરનું પાન કરાવતા કરાવતા બંગાળના ઉપસાગરને મળ્યા છે.

આપણું જીવન પણ ભગવતી ભાગીરથી જેવું પવિત્ર અને પરોપકારી હોવું જોઈએ. આ જીવનગંગાનું લક્ષ્ય આખરે તો પરમતત્વને પામવા માટે છે. ગંગાજીમાં લોકો અસ્થિ-ફૂલ પણ પધરાવે છે. ગંગાજી સ્તુતિ અને નિંદાથી પર રહીને વહે છે. એ જ રીતે આપણું જીવન નિંદા અને પ્રસંશામાં સમરીતે વહેવું જોઈએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે, ગંગાજીને સાગરને મળવું હતું તો રસ્તામાં અનેક અવરોધો આવ્યા, પણ ભાગીરથીયે એ તમામ અવરોધ પાર કર્યા. એ જ રીતે આપણે જીવનના ઉત્તમ લક્ષ્ય પ્રાસ કરવા માટે અવરોધોને પાર કરવાની હિંમત રાખવી જોઈએ અને ધ્યેય સિદ્ધ કરવું જોઈએ.

(12:14 pm IST)