Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

સપ્ટેમ્બર મહિનો ફળ્યો : 6.22 લાખ હેક્ટર ખરીફ પાકનાં વાવેતર સાથે કચ્છ રાજ્યમાં પ્રથમ નંબરે

વાવેતરનાં વિસ્તારમાં ચોથા ક્રમાંકે રહેલા કચ્છે છેલ્લા દિવસોમાં છલાંગ લગાવી પહેલા નંબરે પહોંચ્યું

 

રાજ્યમાં ખેડૂતો ભારે વરસાદને પગલે ખરીફ પાકનું ધડાધડ વાવેતર થઇ રહ્યું છે. ત્યારે  6.22 લાખ હેક્ટર ખરીફ પાકના વાવેતર સહિત કચ્છ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે જોકે થોડા દિવસો પહેલા કચ્છ રાજ્યમાં વાવેતરનાં વિસ્તારમાં ચોથા ક્રમાંકે હતું.

 

કચ્છમાં પાછલા ત્રણ વર્ષના દુકાળનું સાટું વાળતો હોય તેમ વર્ષે લગભગ 100 ટકા વરસાદ નોંધાયો છેતેની સીધી અસર ખરીફ પાક ની વાવણીમાં જોવા મળી છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં થયેલા વાવેતરમાં કચ્છ સૌથી વધુ વાવેતર સાથે મોખરે છે. અહીં ઓગસ્ટ મહિનામાં પડેલા ધોધમાર વરસાદના પગલે વાવેતર વિસ્તારમાં ખૂબ વધારો થયો છે. હજુ પણ તેમાં વધારો થઇ રહ્યો છે.

વર્ષે શરૂઆતનાં દિવસોમાં કચ્છચોમાસુ બરાબર જામ્યું હતું.. ઓગસ્ટના અંતમાં 4.10 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું પરંતુ ત્યાર પછી તેમાં સતત વધારો થતો રહ્યો હતો. અત્યારે 6.22 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થઇ ગયું છે

કચ્છમાં બાજરી, મગ, મઠ, મગફળી, તલ, દિવેલા. કપાસ, ગુવાર, શાકભાજી, જુવાર, રજકો, ઘાસચારો, મિંદિયાવળ અને શેરડીનાં પાકો મુખ્યત્વે લેવાય છે. રોકડિયા પાક તરીકે 1.33 લાખ હેક્ટરથી વધુમાં દિવેલા અને 51 હજારથી વધુ જમીનમાં પિયત કપાસનું વાવેતર કરાયું છે. જો કે સૌથી વધુ વાવેતર ઘાસચારાનું 1.78 લાખ હેક્ટરમાં અને ઘાસચારા માટે જુવારનું 1.64 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે.

વર્ષે સૌથી વધુ વાવેતર રાપર તાલુકામાં થયું છે. અહીં 1.65 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી 1.45 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર થયું છે જ્યારે સૌથી ઓછું ગાંધીધામ તાલુકામાં થયું છે. તાલુકાનો વાવેતર વિસ્તાર 5,200 હેક્ટરનો છે અને વાવેતર 3,395 હેક્ટરમાં થયું છે. કચ્છમાં 6.22 લાખ હેક્ટર, સુરેન્દ્રનગરમાં 6.03 લાખ હેક્ટર, બનાસકાંઠામાં 5.94 લાખ હેક્ટરમાં અને અમરેલીમાં 5.56 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આમ સરવાળે કચ્છમાં સૌથી વધુ જમીનમાં વાવેતર થયું છે.

(8:46 am IST)