Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર : દમણમાં બે યુવા કામદારોના મોત

દમણમાં 4 જેટલા યુવાનોના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ: આરોગ્ય વિભાગ દ્વારા કંપનીમાં તપાસ

 

વલસાડ : રાજ્યમાં ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો છે ત્યારે દમણમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી બેના મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. દમણના સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એક કંપનીમાં કામ કરતા બે યુવા કામદારોના શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયા છે.   દમણમાં 4 જેટલા યુવાનોના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી 2ના મોત થયા છે અને એકને સુરત સિવિલમાં સારવાર હેઠળ અને 1 યુવાને દમણમાં સારવાર લઇ કરવામાં આવી રહી છે

  . એકજ કંપની માંથી 4 કેસ પોઝિટિવ આવતા અને તેમાથી 2ના મોત થતા આરોગ્ય વિભાગે કંપનીમાં તપાસ હાથ ધરી છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં 3 કંપનીઓને 5 હજારનો કર્યો દંડ કરવામાં આવ્યો છે. કંપનીઓ માંથી ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ મળી આવતા આરોગ્ય વિભાગે કરી લાલ આંખ કરી છે. એક તરફ દમણ પ્રશાસન સ્વચ્છતાના બણગા ફૂંકે છે, બીજી તરફ યુવાનોના મોત પ્રશાસનની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

(8:48 am IST)