Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર :ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

લો પ્રેશર તૈયાર થતા સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોને સીધી અસર થવાની સંભાવના

 

અમદાવાદ :બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે સપ્તાહના અંત સુધીમાં ગુજરાતમાં હળવા ઝાપટા પડી શકે છેબંગાળની ખાડીના ઉત્તરે એક નવી લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઇ રહી છે. જેની સીધી અસર ગુજરાત પર થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને રાજ્યમાં હળવો વરસાદ થઇ શકે છે એવી આગાહી હવામાન વિભાગે કરી છે

  લૉ પ્રેશર તૈયાર થવાથી સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોને સીધી અસર થવાની સંભાવના છે. જેથી સૌરાષ્ટ્ર પંથકમાં હળવા ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં વરસાદની ઘટ 29 ટકા છે. રાજ્યમાં માત્ર 74 ટકા વરસાદ વરસ્યો છે

(9:54 pm IST)