Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ચોમાસાની વિદાયની વેળા :રાજ્યમાં 74 ટકા વરસાદ :ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 25થી 35 ટકા જ વરસાદ વરસ્યો

 

અમદાવાદ :ગુજરાતમાં પણ 74 ટકા વરસાદ વરસ્યો છે. હવે ચોમાસાની વિદાયનો સમય છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં માંડ સરેરાશ 25થી 35 ટકાની અાસપાસ વરસાદ છે. કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં સરકારે અર્ધઅછત જાહેર કરવી પડે તેવી સંભાવના છે.

 અામ છતાં ગુજરાતમાં પણ ખરીફ વાવેતરનો અાંક ઊંચકાયો છે. સરકાર ઊંચા ઉત્પાદનના અોછા વરસાદ વચ્ચે પણ દાવાઅો કરી રહી છે. દેશમાં 17મી સપ્ટેમ્બર સુધી 31 ટકા વિસ્તારમાં વરસાદની અછત છે.

(9:53 pm IST)