Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

આણંદની ફાયર બ્રિગેડ ચોકડી નજીક તસ્કરોએ સિક્યુરિટીને જોઈ નાસી ગયા

આણંદ:શહેરની ફાયર બ્રીગેડ ચોકડી પાસે ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ એક બેટરીની દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે સીક્યુરીટી જવાને તેઓને પડકારતાં ભાગ્યા હતા. જેના કારણે ચોરી થતા બચી જવા પામી હતી. જો કે આ અંગે હજી સુધી શહેર પોલીસ મથકે કોઈ ફરિયાદ થવા પામી નથી. 
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી આણંદ શહેરમાં તસ્કરોએ માઝા મુકી છે. ગઈકાલે રાત્રીના સુમારે ફાયર બ્રીગેડ ચોકડી વિસ્તારમાં આવેલા આશા ચેમ્બરમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને શ્રીજી ઓટો બેટરી નામની દુકાનનું શટર તોડીને અંદરથી બેટરીઓ ચોરીને એક કોથળામાં ભરી હતી. દરમ્યાન ત્યાં નજીકમાં જ હાજર સીક્યરીટી જવાને બહાર પીક અપ વાનને શંકાસ્પદ હાલતમાં જોતાં જ તેણે કોણ છે ? કોણ છે ? કહીને પડાકાર્યા હતા. જેતી તસ્કરો કોથળાને ત્યાં જ મુકીે પીકઅપ વાનમાં સવાર થઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી ચઢી હતી અને તપાસ હાથ ઘરી હતી જો કે કોઈ મળી આવ્યુ નહોતુ. 
પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને તેના આધારે તસ્કરો સુધી પહોંચવાની તજવીજ હાથ ઘરી છે.

 

(4:53 pm IST)