Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ખેડા જિલ્લામાં પોલીસે બાતમીના આધારે જુદા-જુદા બે સ્થળેથી વિદેશી દારૂ બનતું હોવાનું ઝડપી પાડ્યું

ખેડા: જિલ્લામાં વિદેશી દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિ ચાલતી ન હોવાનું સ્થાનિક પોલીસ તંત્ર બણગાં મારી રહ્યું છે બીજી બાજુ એલસીબી પોલીસે ખેડા ટાઉન પાસેથી વિદેશી દારૂ સાથે નાયકા સીમમાં ઈંટોના ભઠ્ઠા પાસેથી બિયરના ૧૫૬ ટીન સાથે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર બુટલેગર ભાગી જવામાં સફળ રહ્યો હતો. 
આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ખેડા એલસીબીની ટીમ ખેડા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે નાયકા ગામની સીમમાં આવેલ ગોરધનભાઈ પ્રજાપતિની ઈંટોના ભઠ્ઠા પાસે મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થાય છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન સ્કોપીયો કાર તેમજ બ્રીઝા કાર આવતા પોલીસે ખાનગી વાહનની આડશ કરી સ્કોપીયો કારને ઝડપી પાડી હતી. જ્યારે બ્રીઝા કારનો ચાલકે કાર પાછી વાળી હંકારી મૂકી હતી. પોલીસે પીછો કરતા કાર મૂકી બુટલેગર પ્રમોદભાઈ ચુનારા ફરાર થઈ ગયો હતો. પોલીસે બે કાર તેમજ ૧૫૬૦૦ના બીયરના ટીન મળી કુલ રૂપિયા ૧૯,૯૬,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ બનાવ અંગે એલસીબીની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે કાયદેસર ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:51 pm IST)