Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ચાર યુવાનો દ્વારા 'વિદ્યા એપ' બનાવાઇ

અમદાવાદ, તા.૧૯: ડીજીટલ ઇન્ડિયા કેમ્પોઇન અંતર્ગત રાજકોટના ચાર યુવાનોએ ઇગલ્સવેલ ઇન્ફોસર્વિસીસ પ્રા.લી. બેનર હેઠળ એક 'વિદ્યા' નામની એપ શરૂ કરી છે.

રાજકોટના ચાર યુવા સાહસિકો ભાર્ગવ જાની હિબયેન્દ્રુ ગાંગુલીજી, રાજેન ત્રિવેદી અને આશિષ ઠાકરે મળીને ડીજીટરલ ઇન્ડિયા અંતર્ગત ખાસ 'વિદ્યા' એપ રજૂ કરી છે. જે શૈક્ષણિક સંસ્થાઓને એક મંચ પર કેન્દ્રિત ડેટા પૂરો પાડે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં વૃદ્વિ કરવામાં સહાયરૂપ બને છે. વિદ્યા એટલે ભારતની દરેક સ્કૂલ વહીવટ માટે યોગ્ય અને સંપૂર્ણ સમાધાન છે. 'વિદ્યા' એપ એ શાળાના રોજિંદા કામોના વ્યવસ્થાપન તેમજ દેખરેખમાં સહાય પૂરી પાડે છે અને સાથે જ વિદ્યાર્થીઓ અને માતા-પિતા માટે પારદર્શક છે. 'વિદ્યા એપ' રૂ.૧૨૯૯/ વાર્ષિક ભરવાના રહેતા હોય છે જે શાળા અથવા ટયુશન સંચાલકોને ભરવાના હોય છે. જેનો ઉપયોગ તેમણાં ભણતાં વિદ્યાર્થીઓ અને તેના માતા-પિતા કરી શકે છે.

(4:18 pm IST)