Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગુજરાતી એકશન, ડ્રામથી ભરપુર ફિલ્મ ''સુયાંર્શ'' પ ઓકટોબરે રિલીઝ થશે

અમદાવાદ તા.૧૯: સુયાંર્શમાં કરણ એક બહાદુર અને પ્રામાણિક પોલીસ ઓફિસર છે. જે શહેરમાં થતા ગુનાઓને રોકવા તથા ગુનેગારોને પકડવાના મિશન પર હોય છે. શહેરમાં થતા ગુનાઓના કિંગ ગણાતા વિક્રમ રાાણા, જે પોલીસની શંકાના ટોપ લિસ્ટમાં છે અને આ એ જ વ્યકિત છે જેને કરણ પોતાના ગુરૂ માને છે. કરણ શહેરમાં એક ખુનની સાથોસાથ થઇ રહેલી અજીબ ઘટનાઓની પણ તપાસ કરે છે. જેમ-જેમ તે તપાસ કરે છે તેમ-તેમ તે વધારે જટિલ બનતું જાય છે. તેણે જેટલા લોકો પર વિશ્વાસ કર્યો તે બધા જ લોકો ગુનામાં શામિલ હોય છે અને તપાસનું કોઇ પરિણામ ના આવ્યું કરણની આ સત્યની શોધમાં તેની સાથે એક પ્રેસ રિપોર્ટર અદિતિ તથા સબ ઇન્સપેકટર જહાંગીર ખાન જોડાય છે. તેથી આ ફિલ્મ એક થ્રિલર ભરી રોલર કોસ્ટર રાઇડ છે જેમાં એકશન, ડ્રામા, ઇમોશન, રહસ્ય અને એક એવો અંત જેની આગાહી કરવી મુશ્કેલ છે.

(4:17 pm IST)