Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

અમદાવાદમાં વર્લ્ડ રોબોટ ઓલિમ્પીયાર્ડ નેશનલ ચેમ્પિયનશીપ

અમદાવાદ : અહીંના બાય ટ્રાન્સટેસ્ડયા ખાતે અમદાવાદમાં ''ક્રુડ મેટર્સ'' વિશે વર્લ્ડ રોબોટ ઓલિમ્પયા નેશનલ ચેમ્પિયનશીપ યોજાઇ ગઇ જેમાં ૬ થી ૨૫ વર્ષની ઉંમરના હજાર થી વધુ વિદ્યાર્થીઓ ઇનોવેટર્સ પોતાની ક્રિએટીવીટી અને પ્રોબ્લેમ સોલ્વીંગ સ્કીલ રજુ કરી હતી. આ સમારંભનું ઉદ્ઘાટન શ્રી એમ.કે.વાસીવ, જનરલ મેનેજર (પ્રોજેકટ એન્જિનીયરીંગ સી એન્ડ આઇ), શ્રી સુભો મોૈલિક અને અદાણી ગૃપ દ્વારા કરવામાં આવ્યું હતું વર્લ્ડ રોબોટિક ઓલિમ્પિયાર્ડનું આયોજન ઇન્ડિયા સ્ટેમ ફાઉન્ડેશન દ્વારા કરાય છે અને તેમાં ભરતના ૧૨ શહેરો ના હજાર વિદ્યાર્થીઓ સામેલ થશે.

૬ થી ૨૫ વર્ષની ઉંમર વચ્ચેના વિવિધ જુથોની આ સ્પર્ધા યોજાઇ હતીફ આ સ્પર્ધા વીક કેટેગરી ૬ થી ૯ રેગ્યુલર કેટેગરી, ૯ થી ૧૯ ઓપન કેટેગરી, ૯ થી ૧૯ ફૂટબોલ કેટેગરી, ૧૦ થી ૧૯ અને એડવાન્સ રોબોટિકસ ચેલેન્જ, ૧૭ થી ૨૫ મુજબ યોજાઇ હતી. આ બધી જ કેટેગરીમાંથી વિજેતા ટીમ થાઇલેન્ડમાં તા. ૧૬ થી ૧૮ નવેમ્બરના ઇન્ટરનેશનલ ભેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

(4:17 pm IST)