Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાં સતત રહેવા સૂચના

ગાંધીનગર તા. ૧૯ : આજે ગુજરાત વિધાનસભાની બે બેઠકો મળનાર છે. આ બેન્ને બેઠકોમાં ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહની કામગીરી પુર્ણ થાય ત્યાં સુધી સતત ગૃહમાં હાજરી આપવાની છે કડક સુચના પક્ષના દંડક દ્વારા આપવામાં આવી છે.ગઇ મોડી સાંજે ભાજપ પક્ષના ધારાસભ્યોને શ્રેય આપ્યો યારે સાત જેટલા ધારાસભ્યો હાજર ન હતા તેનાથી સત્તાધારી પક્ષ ચોકી ઉઠયો હતો અને આ સાત સભ્યોને આજે ગમે ત્યાંથી ગૃહમાં હાજર રહેવાની કકડ તાકીદ કરવામાં આવી હતી. આજે સત્તાધારી પક્ષના ધારાસભ્યોના આ મુદ્દે ચર્ચાનો બન્યો છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ જે રીત વધી રહ્યા છે તેનાથી ભાજપના ધારાસભ્ય પણ નારાજગી વ્યકત કરી રહ્યા છે.

(2:42 pm IST)