Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

રાજકોટ-મોરબી જિલ્લામાં બે વર્ષમાં રૂ. ૧૩ કરોડનો દારૂ પકડાયો

ગાંધીનગર, તા. ૧૯ : રાજકોટ અને મોરબી જિલ્લામાં પકડાયેલ પકડવામાં આવેલ દારૂના જથ્થા અંગે કોંગ્રેસના મહંમદ જાવેદ પીરઝાદાના એક લેખિત પ્રશ્નના ઉતરમાં રાજય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, તા. ૩૧/૭/!૮ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિદેશી દારૂ અને નશીલા પદાર્થોની કિંમત જોઇએ તો વિદેશી દારૂની રૂ. ૧૩,૦૬,૯૮,પ૦૩ અને નશીલા પદાર્થોની કિંમત રૂ. ૧,૭પ,પ૯૦ની કિંમત થાય છે.

આ અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં ર,૭ર૧ ઇસમોની ધરપકડ કરાઇ છે. ઉપરાંત રૂ. ૧૩,ર૩,૪પ,૦૦૦ની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને ૮૯૭ વાહનોની જપ્તી કરવામાં આવેલ છે.

(1:46 pm IST)