Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પ્રધાનો-ધારાસભ્યોના પગારમાં ધરખમ વધારોઃ કોંગ્રેસનો સહર્ષ ટેકો

પ્રધાનો-ધારાસભ્યોના પગારમાં ધરખમ વધારોઃ કોંગ્રેસનો સહર્ષ ટેકો

 ગાંધીનગર, તા., ૧૯: ગુજરાત  સરકાર દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો વિરોધ પક્ષના નેતા તેમજ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત ધારાસભ્યોના પગારમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભામાં આજે એજન્ડા બહાર આ પગાર વધારા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું જેમાં મંત્રીઓને અત્યાર સુધી મળતા ૭૦ ૭૨૭ ના બદલે હવે ૧૧૬૩૧૪ મળશે

વિધાનસભામાં કાયદા રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એક રજૂ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્યો મંત્રીઓ વગેરેને જનસેવા કરવાની હોય છે જેમાં પોતાની ગાડી લઈ ડ્રાઈવર સાથે ગામડે-ગામડે કરવું પડતું હોય છે આ ઉપરાંત કાર્યાલયો ચલાવવા સાથે સોશિયલ મીડિયામાં કાર્યરત રહેવાનો પણ ખર્ચ કરવો પડતો હોય છે આ બાબતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે વાતચીત થયા બાદ આ વિધેયક રજૂ કરવામાં આવ્યુ છે તેમણે જણાવ્યું હતું કે મંત્રીમંડળના સભ્યોને અત્યાર સુધી નાયબ સચિવ કક્ષાના પગાર ધોરણ પ્રમાણે પગાર મળતો હતો જયારે નવા પગાર વધારા થી અગ્ર સચિવ કક્ષાના વર્ગ-૧ ના પગાર ધોરણ પ્રમાણે હવે પગાર મળશે જેમાં મંત્રીઓને ૭૦૭૨૭ ના બદલે હવે ૧ ૧૬ ૩૧૪ જેટલો પગાર મળશે તેમાં ટેલિફોન વધુ અંગત મદદનીશ નો પગાર અને લેખન સાહિત્યના ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં મોંઘવારી ભથ્થુ ૪ હજારથી વધારીને ૫૫૦૦ ટેલિફોન વધુ ચાર હજારથી વધારીને સાત હજાર તેમજ અંગત મદદનીશ નો પગાર ત્રણ હજારથી વધારીને ૨૦ હજાર કરવામાં આવ્યો છે આ વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું

આજે વિધાનસભામાં ગૃહમાં ધારાસભ્યો અને મંત્રી-ીઓને એરીયસ પેટે તા.રર-૧ર-૧૭થી આપવાનો નિર્ણય કરવાની જાહેરાત રાજય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી છે. જેમાં એરીયર્સ પેટે કુલ રૂ. ૬.પ૦ કરોડની રકમ ચુકવવામાં આવશે.

આમ માસીક રૂ. ૪પ,પ૦૦૦નો પગાર વધારો થતા હવે મંત્રીઓને માસીક રૂ. ૧,૩૬,૦૦૦ પગાર મળશે. જયારે ધારાસભ્યોને રૂ.૧,૧૬,૦૦૦ જેટલો પગાર મળશે. મંત્રીઓને અત્યાર સુધી રૂ. ૭૦૭૨૭ મળતા હતા. મોંઘવારી ભથ્થુ ૪ હજારથી વધારી પપ૦૦ કરાયું છે. પી.એ.નો પગાર ૩ હજારથી વધારીને ૨૦ હજાર કરાયો

સરકારે ધારાસભ્યોના પગારની બાબતને મહત્વ આપ્યુ : મોંઘવારી, રોજગારી, શિક્ષણ, આરોગ્યના મુદ્દા એક બાજુએ મૂકાયા : પગાર - ભથ્થામાં રૂપાણી સરકારે અધધધ વધારો કર્યો : સરકારનો સતત વિરોધ કરતો વિપક્ષ પગાર વધારા મુદ્દે એક જ પાટલીએ બેસી ગયો : કોંગી ધારાસભ્યોને તો નવો પગાર વધારો પણ 'ઓછો' લાગે છે

પગાર અને ભથ્થા વધારા બાબતે વીરજીભાઈ ઠુમ્મરની ધણધણાટી

(1:45 pm IST)