Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગુજરાત માથે રૂ. ૨,૧૭,૩૩૮ કરોડનું કરજ કરજનો વિકાસ : ગયા નાણાકીય વર્ષમાં ૧૭,૧૭૮ કરોડ વ્યાજ ભર્યું

ગાંધીનગર તા. ૧૯ : ગુજરાતના જાહેર દેવા અંગે કોંગીના ઉપનેતા શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે આંકડાકીય માહિતી આપી હતી.

તેમણે જણાવ્યા મુજબ ૨૦૧૭-૧૮માં સુધારેલા અંદાજ મુજબ કુલ બાકી જાહેર દેવું રૂ. ૨,૧૭,૩૩૮ કરોડ છે. ૨૦૧૬-૧૭ના વર્ષમાં રૂ. ૧૮,૫૯૫ કરોડ અને ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૮,૦૦૦ કરોડનો વધારો નોંધાયો છે. ગયા નાણાકીય વર્ષમાં ૧૭૧૭૮ કરોડ વ્યાજ અને ૧૩૭૦૧ કરોડ મુદલ ચૂકવાયુ હતું.

(1:45 pm IST)