Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગાંધીનગરમાં કોંગી ધારાસભ્‍યોની સાઇકલ રેલી

પ્રજા પરેશાન, મોંઘવારીનો માર, કયાં છે ભાજપ સરકાર?

ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભાના સત્રના બિજા દિવસે કોંગી ધારાસભ્‍યો બે અને ત્રણ પૈડાવાળી સાઇકલ પર સવાર થઇને ધારાસભ્‍ય કવાર્ટસથી વિધાનસભા ભવન (ર કિ.મી.) પહોંચ્‍યા હતા. જેની આગેવાની વિપક્ષી નેતા પરશે ધાનાણીએ લીધેલ. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે નવતર ઢબે આક્રોશ વ્‍યકત કરતા જોવા માટે લોકો ટોળે વળ્‍યા હતા. સરકાર વિરોધી લેખિત સુત્રોચ્‍ચાર સાથે ધારાસભ્‍યો નીકળ્‍યા હતા. અચ્‍છે દિનના વાયદા આપ્‍યા પછી છેતરી ખિસ્‍સા કાપ્‍યા, બહુત હુઇ મહેંગાઇ કી માર, અબ તો દૂર કરો મોદી સરકાર' જેવા સુત્રો સાથે ધારાસભ્‍યો નીકળ્‍યા હતા. સાઇકલ રેલીના રૂટ પર સજ્‍ડ બંદોબસ્‍ત ગોઠવાયો હતો.

(11:40 am IST)