Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ખેડા એલસીબીએ જુદા જુદા 3 સ્થળો પર ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 31 શકુનિઓને રંગે હાથે ઝડપ્યા

ખેડા:એલસીબી પોલીસે નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાલતા શ્રાવણીયા જુગાર રમતા ઝડપી પાડ્યા છે. બે જુદી જુદી જગ્યાઓ પર રેડ કરીને એલસીબી પોલીસે ૩૧ જુગારીયાઓને ૩૫ હજારની રકમ સાથે ઝડપી પાડ્યા છે. સમગ્ર બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસે ફરીયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ છે. 

ખેડા જિલ્લા એલસીબી પોલીસે શહેરના જુના ડુમરાલ રોડ પર અલક ફાર્મની પાછળના ભાગે દરોડો પાડીને સ્થળ પરથી અમિત રમેશભાઇ તળપદા, રાજુ રામસિહ વસાવા,રતન રામસિહ વસાવા, રામાભાઇ મેલાભાઇ બારૈયા,શૈલેશભાઇ ગલાભાઇ તળપદા, વિજય કનુભાઇ બારૈયા, વિપુલભાઇ રમેશભાઇ મારવાડી, નરેશભાઇ હીરાભાઇ તળપદા, અજયભાઇ વસંતભાઇ તળપદા અને કમલેશભાઇ મનુભાઇ તળપદાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેઓની પાસેથી પોલીસે ૧૭,૧૫૦ રોકડા, દાવ પર લગાવેલ ૫,૭૫૦ તથા ૮ નંગ મોબાઇલ કિમત ૨૮,૦૦૦ ના મળી કુલ રૂા.૫૦,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

(5:46 pm IST)