Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

સુરતના નાનપુરા વિસ્તારમાં વિધર્મી મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર હવસનો શિકાર બનાવી નરાધમે તરછોડી દેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતી વિધર્મી ડિવોર્સી મહિલાને લગ્ન કરવાની લાલચ આપી ચાર વખત ગર્ભપાત કરાવ્યા બાદ માતા બનાવી તરછોડી દઇ વતનની યુવતી સાથે લગ્ન કરી લેનાર યુપીવાસી રીક્ષા ચાલકની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.

નાનપુરા બડેખા ચકલા વિસ્તારમાં રહેતી વિધર્મી ડિવોર્સી મહિલાને રીક્ષામાં બેસાડી દરગાહ લઇ જતી વખતે પરિચય કેળવ્યા બાદ મોબાઇલ પર વાતચીત કરી નિરજસિંગ વિનયકુમારસિંગ રાજપુત (ઉ.વ.30 રહે. સંજય નગરઉધના રોડ નં.3મૂળ યુપી)એ વર્ષ 2014માં પ્રેમજાળમાં ફસાવી હતી. મહિલાને રીક્ષામાં અલગ-અલગ ઠેકાણે ફરવા લઇ જઇ નિરજે ઉધનાના રહેણાંક ખાતે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ અડાજણમક્કાઇ પુલ સહિતના અલગ-અલગ ગાર્ડનમાં ફરવા લઇ જઇ ત્યાં પણ એકલતાનો લાભ લઇ શરીર સંબંધ બાંધ્યો હતો.

(5:45 pm IST)