Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ડભોઇમાં બે સંતાનની માતાનું અપહરણ કરી ચાર નરાધમોએ પોતાની હવસ સંતોષતા અરેરાટી

ડભોઇ:માં રહેતી બે સંતાનની માતાને  ચાર શખ્સો બળજબરીપુર્વક વાનમાં બેસાડી  અમદાવાદ લઇ ગયા બાદ ગેસ્ટહાઉસમાં ચાર શખ્સો પૈકી ચેતન પટેલ નામના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ પરત ડભોઇ લઇ જતાં સુમસામ રસ્તા પર  ગાડીમાં બેસેલા અન્ય ત્રણ શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. 

પ્રાપ્ત માહિતિ મુજબ ડભોઇમાં રહેતી બે સંતાનની માતા  સ્ટેશન રોડ પર ડો.પથ્થરવાલા ક્લિનીક સામે તા.૧૬ના રોજ ઉભી હતી ત્યારે અચાનક સફેદ કલરની એક વાન આવી હતી અને તેમાં બેસેલી ચાર જેટલી વ્યક્તિઓએ યુવતીને ખેંચીને બળજબરીથી વાનમાં બેસાડી દીધી હતી. વાનમાં બેસેલી વ્યક્તિઓએ યુવતીનું મોઢું દબાવી દીધા બાદ ઓઢણીથી મોંઢું બાંધી દઇ તેને અમદાવાદ લઇ ગયા  હતાં.

(5:42 pm IST)