Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

અમદાવાદ મનપાદ્વારા પ્લાસ્ટિકનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું: દુકાન સીલ કરવા ગયેલ અધિકારીઓ પર જીવલેણ હુમલો

અમદાવાદ:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિબંધીત  પ્લાસ્ટીક કોથળી સહિતના સામાનના ચેકીંગની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં સરસપુર વિસ્તારમાં ત્રણ દુાકનમાંથી  પ્રતિબંધીત પ્લાસ્ટીક મળી આવતાં દુકાનોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન દુકાનદારોએ  મ્યુનિસિપલ કોર્પોરેશનના પલ્બીક હેલ્થ સુપરવાઇઝરની ફેંટ પકડીને હુમલો કયો હતો અને સીલ કરેલી દુકાનો ખોલવાની વાત કરીને માર મારવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે દુકાનદાર સહિત તેમના સાગરીતો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરસપુર વોર્ડના હેલ્થ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ભરતકુમાર. જી.પરમારે શેહર કોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ઉત્તર ઝોનના સોલીડ વેસ્ટ તરફથી પ્રતિબંધીત પ્લાસ્ટીક ચેક કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જેને લઇને ગઇકાલે સાંજે સરસપુર વિસ્તારમાં આંબેડકર હોલ પાસે આવેલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જયાં લક્ષ્મી ડિસ્પોઝલ નામની દુકાનમાંથી પાંચ કિલો પ્લાસ્ટીક મળી આવ્યું હતું.

(5:41 pm IST)