Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ઓનલાઇન છેતરપિંડીના ગુનાહમાં પોલીસે સુરતની ગેગનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ:ઓનલાઈન ઠગાઈમાં મોટેભાગે અન્ય રાજ્યોની ટોળકીઓ સંડોવાયેલી હોય છે. પરંતુ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં સુરતની ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ફોરેક્ષ ઓટો ટ્રેડીંગના સોફ્ટવેરમાં લોકો પાસે રોકાણ કરાવીને તેમની સાથે છેતરપિંડી કરતી હતી. પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બે પૈકી એક શખ્સે બી.ઈ.ઈલેટકર્નિક્સ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ બનાવની વિગત મુજબ આરોપીઓ લોકોને મેસેજ કરીને ફોરેક્ષ ઓટો ટ્રેડીંગમાં સોફિટવેરથી ટ્રેડીંગમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો રોજના ૩૦થી ૪૫ હજારનો નફો કરી આપવાની લાલચ આપતા હતા. બાદમાં તેઓ રોકાણકાર પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ, આણેલ આઈ.ડી. તથા કેન્સલ ચેક મંગાવતા હતા. જેમાં કૃષણનગરમાં રહેતા મનીશભાઈ એસ.શાહે આ મેસેજ જોઈને વોટ્સએપથી દસ્તાવેજો મોકલ્યા હતા. બાદમાં આરોપીઓે તેમની પાસે ડિપોઝીટ પેટે રૃ.૧,૦૦,૦૦૦ ભરાવડાવીને તેમની સાથે ચેતરપિંડી કરી હતી.

(5:40 pm IST)