Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જન્માષ્ટમીના મિની વેકેશનમાં ટ્રેન, બસ ફુલ : એસટી એકસ્ટ્રા બસો દોડાવશે

યાત્રાધામો તેમજ દીવ, આબુ, સાસણ, અંબાજી, સાપુતારા હોટ ફેવરિટ

અમદાવાદ, તા. ૧૯ :  જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મિની વેકેશનમાં ફરવા જવા માટે જો અગાઉથી પ્લાન નથી કર્યો તો પ્રવાસીઓ માટે હવે ફરવા જવાનું મુશ્કેલ થઇ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાંથી ઉપડતી લાંબા અંતરની મોટાભાગની ટ્રેનોમાં લાંબા વેઇટીંગ લિસ્ટ છે. પ્રવાસન કે ધાર્મિક સ્થળે ફરવા જવામાં પ્રવાસીઓને હવે કન્ફર્મ ટિકિટ મળતી મુશ્કેલ છે. ગોવા અને આબુ જેવા સ્થળોએ યાત્રિકોનો સારો એવો ઘસારો છે.

પોરબંદર -મુઝફફરપુર, પોરબંદર-હાવડા, હાપા-મડગાંવ સહિતની ટ્રેનોમાં લાંબું વેઇટીંગ જોવા મળે છે. જયારે ગુજરાતમાં જ સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક અને સાસણ-ગીર, દીવ, અંબાજી-સાપુતારા સહિતના પ્રવાસન સ્થળો જેવા ટ્રેનના જનરલ કોચમાં જન્માષ્ટમી દરમિયાન હાઉસ ફુલ છે, પરંતુ બીજી બાજુ યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા રાજકોટ એસ.ટી. ડિવિઝન દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જવા એકસ્ટ્રા પ૦ થી વધુ બસો દોડાવશે. પારંપારિક રીતે રીવાજો એટલે કે લોકો શહેરમાં મેળાની મોજ માણતા અને આજુબાજુ વિસ્તારોમાં હરવા ફરવા જતા હતા પણ હવે લોકો ચાર પાંચ દિવસની રજાઓ પોતાના પરિવાર કે મિત્રો સાથે રહેવાનું પસંદ કરી રહ્યાં છે.

ટુરિઝમ ટ્રાવેલ્સ સંચાલકોએ જણાવ્યું હતું કે પહેલા શિયાળો કે ઉનાળાની રજાઓ દરમિયાન જ ફરવા જવાાનો ટ્રેન્ડ હતો. જેમાં હવે ઘરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે લોકો ૩ થી પ દિવસની રજાઓમાં બહાર જવાનો ટ્રેન્ડ વધ્યો છે.

સોમનાથ, દ્વારકા સાસણગીર, દીવ, અંબાજી, સાપુતારા સહિતના સ્થળોએ જન્માષ્ટમી દરમિયાન ભારે ભીડ રહે છે. આ વખતે ગોવા, કેરાલ, સિકિકમ, સીમલા ઉટી જેવા સ્થળોમાં જન્માષ્ટમી દરીમયાન ભારે ભીડ રહે છે. આ વખતે ગોવા, કેરાલા, સિકિકમ, સીમલા ઉટી જેવા સ્ળોઅમાં સહેલાણીઓ ઉમટી પડશે. સાસણગીર, દ્વારકા, સોમનાથ, કચ્છ, પર્યટકોના ફેવરિટ સ્પોટ બની ગયાં છે તે ઉપરાંત સાપુતારા, અંબાજી, માઉન્ટ આબુ, પાવાગઢ, ચાંપાનેર, માંડવી બીચ, તુલસીશયમ, દીવ દમણ, હાઉસ ફુલ થઇ છે. જન્માષ્ટમીનો તહેવાર આવતા જ અમદાવાદથી ગોવાનું વન-વે એરફેર રૂ. ૧ર,ર૦ઢ સુધી પહોંચી ગયું છે. એરફેર રૂ. ર૯૦૦ થી રૂ. ૩પ૦૦ વચ્ચે હોય છે હોટલ-રિસોટર્સે આ ધસારાનો લાભ લેવા માટે તેમનુ ટેરિફ સામાન્ય દિવસો કરતા પ૦ ટકા વધારી દીધું છે.

(3:51 pm IST)
  • ભાખરાના ફ્લડ ગેટ ખોલાતા પંજાબના કેટલાય ગામોમાં પૂરપ્રકોપ ;ભારે વરસાદ વચ્ચે ભાખરાના ફ્લડ ગેટ ખોલાયા :આનંદપુર સાહિબના અનેક ગામો જળમગ્ન બન્યા :ડઝનેક ગામોમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા : રોડ પર પાણી ફરી વળ્યાં :સંખ્યાબંધ ગામો સંપર્ક વિહોણા access_time 9:13 am IST

  • ગુજરાતમાં વસતા લઘુમતિ કોમના લોકોમાં પુરુષ દીઠ મહિલાઓની સંખ્યા હિંદુઓ કરતા વધારે : ખ્રિસ્તી કોમમાં 1000 પુરુષદીઠ 979 મહિલા ,જૈનમાં 966 તથા મુસ્લિમ કોમમાં 1000 પુરુષદીઠ 944 મહિલાની સંખ્યા : હિંદુઓમાં 1000 પુરુષદીઠ 916 મહિલાઓ હોવાનો કેન્દ્ર સરકારનો અહેવાલ access_time 12:09 pm IST

  • નાગપુરમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના છે. ૨૫મીએ ભારે વરસાદ પડશે access_time 11:35 am IST