Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

રોજના ૩૫ થી ૪૫ હજાર કમાવાની લાલચમાં લોકો છેતરપીંડીના કૂવામાં પડયા

૧૨ પાસ જયેશની જાળમાં ઉચ્ચ ડીગ્રીઓ ધરાવતા લોકો આબાદ ફસાઈ લાખો રૂપિયા ગુમાવ્યા હતાઃ અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલા વર્ણવે છે, છેતરપીંડીની અદ્ભૂત કથાઃ સુરત સુધી ટેકનીકલ સોર્સથી પગેરૂ મેળવી ઝડપી પડાયેલ ગેંગના કરતૂતો, અમદાવાદના ફરીયાદી દ્વારા ફરીયાદ થઈ ન હોત તો સિલસિલો ચાલુ જ રહેતઃ ઈન્ચાર્જ સંયુકત પોલીસ કમિશ્નર જે. આર. મોથલીયા-ડીસીપી, પીઆઈ વી. બી. બારડ, પીએસઆઈ શ્રીમતિ એચ. એન. વાઘેલા, પીએસઆઈ પી. સી. સિંગરખીયા તથા પોલીસની વિવિધ ટીમો સક્રિય થઈ અને અશકયને શકય કરી બતાવ્યું

રાજકોટ, તા. ૧૯ :. ધોરણ ૧૨ સુધીનો માંડ-માંડ અભ્યાસ કરનારા જયેશ વાઘેલા નામના યુવાને રાતોરાત કરોડપતિ થઈ જવા માટે અજમાવેલો અનોખો અખતરો લાંબો ન ચાલ્યો અને અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાંચે ટેકનીકલ સોર્સ કામે લગાડી ફોરેક્ષ ટ્રેડીંગમાં ઓટોટ્રેડીંગના સોફટવેરમાં ફ્રી એકસેસ આપવાના બહાને બેન્કના ચોક્કસ એકાઉન્ટમાં નાણા જમા કરાવી છેતરપીંડી આચરતી જયેશ સહિતની સમગ્ર ગેંગને સુરતથી કઈ રીતે ઝડપી લીધી ? તેની આખી કથા ખૂબ જ રસપ્રદ હોવાનું અકિલા સાથેની અમદાવાદના સાયબર ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલા સાથેની વાતચીત દરમિયાન બહાર આવ્યુ છે.

પકડાયેલા આરોપીઓ રાતોરાત નાણાવાળા થઈ જવા માટે સતત ઝઝુમતા લોકોને શકંજામાં લઈ તેઓને 'નો એડવાન્સ વન ટાઈમ ડીપોઝીટ ફર્સ્ટ અર્ન ડેઈલી રૂપિયા ૩૦ હજારથી ૪૫ હજાર વીથ ધ હેલ્પ ઓફ ફોરેક્ષ ઓટો ટ્રેડીંગ સોફટવેર, કોલ મી ફોર લાઈવ ડેમો'નો મેસેજ મોકલતા. રોજના રૂપિયા ૩૦ થી ૪૫ હજારની કમાણીની વાત સાંભળી કંઈ વિચાર્યા વગર આવા ઠગ લોકોની જાળમાં આવી જતા. જે કોઈ આવી લાલચ બતાવી મેસેજનો જવાબ આપે તો તેઓને ૧ લાખ રૂપિયા ચોક્કસ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા જણાવાતુ, ત્યાર બાદ ભોગ બનનારને તેના મોબાઈલ ફોન પર ટ્રેડીંગ અંગેના સોફટવેરની એક લીંક મોકલવામાં આવતી. સાથોસાથ તેના આઈડી પાસવર્ડ પણ આપવામાં આવતા. જાળમાં ફસાયેલા લોકોને વિશ્વાસ બેસે તે માટે તેઓએ ભરેલા નાણા અને નફો ડોલરમાં ડીસ્પ્લે કરતા.

નાણા રોકનાર એક સપ્તાહ સુધી હરખાયા બાદ એક અઠવાડીયા પછી નજર કરે ત્યારે તેની છાતીના પાટીયા બેસી જાય. ભોગ બનનારને આપવામાં આવતુ સોફટવેર ડેમો વર્ઝન અઠવાડીયામાં જ બંધ થઈ જતું. ત્યાર બાદ ભોગ બનનાર લોકો આરોપીઓનો સંપર્ક સાધે ત્યારે તેઓને કોઈ જવાબ ન મળતો અને સ્વભાવિક રીતે જ પૈસા પણ પાછા આપવામા ન આવતા. આરોપીઓમાં જયેશ વાઘેલા સાથે વિવેક યાદવ નામના શખ્સની ભૂમિકા પણ લોકોને શીશામાં ઉતારવા માટે મહત્વની રહેતી. અગાઉ જણાવ્યુ તેમ ૧૨ પાસ જયેશ વાઘેલા આવી છેતરપીંડીના ગુન્હામાં અગાઉ મુંબઈમાં પકડાઈ પણ ગયો હતો.

કિરીટકુમાર કારેલીયા નામનો બી. ઈલેકટ્રોનીકસ સુધીનો અભ્યાસ કરનાર યુવાન બેન્ક એકાઉન્ટની વ્યવસ્થા જયેશને કરી આપતો. ભોગ બનનારના નાણા જયેશ શિફતથી પોતાના નામના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી લેતો. આ બધી બાબતો પ્રકાશમાં આવી ન હોત પરંતુ અમદાવાદના મનિષભાઈ હસમુખલાલ શાહે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચનો સંપર્ક સાધતા જ ઈન્ચાર્જ સંયુકત પોલીસ કમિશ્નર જે.આર. મોથલીયા તથા ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલાનો સંપર્ક સાધતા જ ડો. રાજદીપસિંહ ઝાલાએ સમગ્ર તપાસનું સુકાન પોતાના હસ્તક રાખી આવી તપાસમાં માહિર એવા પીઆઈ વી.બી. બારડને મહત્વની ભૂમિકા સુપ્રત કરી એક ટીમની રચના કરી. આ ટીમના પીએસઆઈ શ્રીમતિ એચ.એન. વાઘેલા, પીએસઆઈ પી.સી. સિંગરખીયા તથા અન્ય ટીમો કાર્યરત કરી અને આખુ કાવત્રુ જાહેર થઈ ગયું.(૨-૧૫)

 

(1:28 pm IST)
  • ૪૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓનો કોર્પોરેટ ટેક્સ તબક્કાવાર ઘટાડીને ૨૫ % કરી નખાશે: નાણામંત્રી નિર્મલા સીતારમનની જાહેરાત:ભારતના સંપત્તિ સર્જક સાહસિકો ઉદ્યોગપતિઓને તમામ પ્રકારનો ટેકો અપાશે access_time 9:11 pm IST

  • સરકારે અર્ધ સૈનિક દળની નિવૃત્તિ વયમર્યાદા નક્કી કરી ;હવે 60 વર્ષે થશે રિટાયર્ડ :ગૃહ મંત્રાલયનો આ આદેશ દિલ્હી હાઇકોર્ટના જાન્યુઆરીના ચુકાદા બાદ કરાયો :હાઇકોર્ટે કેન્દ્ર સરકીરને કહ્યું હતું કે તમામ રેન્ક માટે એક સેવા નિવૃત્તિ વાય નિર્ધારિત કરો access_time 1:02 am IST

  • ગુરૂવાર સુધી બેંગ્લુરૂમાં વરસાદ પડવા પુરી સંભાવના આજે કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે access_time 11:35 am IST