Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી : સિનિયર નેતાઓને સોંપી જવાબદારી

હાઇકમાન્ડે અર્જુન મોઢવાડીયા,મધુસુદન મિસ્ત્રી,ભરતસિંહ સોલંકી,તુષાર ચૌધરી અને જગદીશ ઠાકોરને આપી જવાબદારી

અમદાવાદ : રાજ્યની આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી પ્રદેશના સિનિયર નેતાઓને જવાબદારી સોંપી છે  કોંગ્રેસ હાઇકમાન્ડે લોકસભામાં પરિણામ ન મળ્યા બાદ ગુજરાતમાં ફરી સિનિયર નેતાઓ પર ભરોસો મુક્યો છે  રાજ્યમાં યોજાનારી આગામી પેટા ચૂંટણીવાળી બેઠકોને લઇને સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે

 જેમાં રાધનપુરની જવાબદારી અર્જૂન મોઢવાડિયાને સોંપવામાં આવી છે. જ્યારે બાયડની જવાબદારી મધુસુદન મિસ્ત્રી, લુણાવાડાની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપવામાં આવી છે. જ્યારે મોરવાહડફની જવાબદારી તુષાર ચૌધરીને, ખેરાલુની જવાબદારી જગદીશ ઠાકોરને સોંપવામાં આવી છે.

    આ સાથે થરાદની જવાબદારી સિદ્ધાર્થ પટેલને, અમરાઇવાડીની જવાબદારી દીપક બાબરિયાને સોંપવામાં આવી છે. કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા સિનિયર નેતાઓની નીચે પાંચ-પાંચ ધારાસભ્યોની ટીમ કામ કરશે.
આમ રાજ્યમાં યોજાનારી આગામી પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસ એકશનમાં આવી ગઇ છે. કોંગ્રેસે રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઇને કોંગ્રેસ હાઇ કમાન્ડે ફરી સિનિયર નેતાઓ પર ભરોસો દાખવ્યો છે. કોંગ્રેસે દેવભૂમિ દ્વારકા વિધાનસભા ચૂંટણી માટે સ્થાનિકોને તૈયાર રહેવા સુચના આપી છે.

(1:08 pm IST)